Site icon hindi.revoi.in

અશોકથી પ્રેરીત થઈને સિંહાસન ત્યાગવા ઈચ્છતા હતા યુધિષ્ઠિર!: રોમિલા થાપરનું “અદભૂત” ઈતિહાસ જ્ઞાન

Social Share

કથિત ઈતિહાસકાર રોમિલા થાપરે ઈતિહાસના મોટા-મોટા પુસ્તકો લખ્યા છે, ઘણી કોલેજોમાં તેમણે લખેલા પુસ્તકો અભ્યાસક્રમમાં પણ છે. તાજેતરમાં તેઓ ખુદને જેએનયુના નિયમો-કાયદાની ઉપર સમજીને પોતાનો સીવી મોકલવાનો પણ ઈન્કાર કરી ચુક્યા છે. હવે સોશયલ મીડિયા પર થાપરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમા તેમના ઈતિહાસ જ્ઞાનની પોલ ખુલી રહી છે. રોમિલા થાપરનો આ વીડિયો 2010માં ઈન્ટરનેશનલ ડેવલોપમેન્ટ રિસર્ચ સેન્ટર (આઈડીઆરસી)ના અધ્યક્ષ ડેવિડ એમ. મૈલોનથી વાતચીત દરમિયાનનો છે. આ કાર્યક્રમને આ સંગઠન દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન રોમિલા થાપરથી સમ્રાટ અશોકને લઈને સવાલ પુછવામાં આવી રહ્યા હતા. ત્યારે તેમને પુછવામાં આવ્યુ કે ઈતિહાસમાં અશોક સંદર્ભે વધારે કેમ નોંધવામાં આવ્યું નથી, તો તેમણે આનો તમામ દોષ બ્રાહ્મણો પર ઢોળી દીધો. તેમણે કહ્યુ છે કે પુરાણો સહીત અન્ય સાહિત્યોમાં બ્રાહ્મણોએ અશોકની મજાક ઉડાવી અને માત્ર બૌદ્ધિક સાહિત્યમાં જ તેમના સંદર્ભે લખવામાં આવ્યું. તે દરમિયાન મહાભારતની એક ઘટનાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો, જ્યારે ભીષણ યુદ્ધ બાદ યુધિષ્ઠિરને કુરુ સામ્રાજ્યના સમ્રાટ બનાવવામાં આવ્યા હતા અને તેમણે ઈન્કાર કરી દીધો હતો.

રોમિલા થાપર પ્રમાણે, જ્યારે યુધિષ્ઠિરે રાજા બનવા માટે કહેવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યુ કે તે રાજસુખનો ત્યાગ કરીને ક્યાંક બીજે જઈ રહ્યા છે. તેમણે સિંહાસન પર બેસવાનો ઈન્કાર કર્યો હતો. તેના પછી તેમને ખૂબ મનાવવામાં આવ્યા, ત્યારે તેઓ તૈયાર થયા. રોમિલા થાપરે કહ્યું છે કે રાજસત્તાના ત્યાગનું આ આખું પ્રકરણ બૌદ્ધ ધર્મોનો એખ મહત્વનો હિસ્સો રહ્યો છે અને બૌદ્ધ સિદ્ધાંતોથી પ્રેરીત છે. રોમિલા થાપરનું કહેવું છે કે કેટલાક ઈતિહાસકારો માને છે કે રાજકાજના ત્યાગની યુધિષ્ઠિરની ભાવનાની પાછળ અશોકની છબી હતી.

એટલે કે રોમિલા થાપર કહે છે કે યુધિષ્ઠિરે સમ્રાટ અશોકના સિદ્ધાંતથી પ્રેરીત થઈને રાજકાજના ત્યાગની ઈચ્છા વ્યક્ત કરી હતી. સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે 268થી લઈને ઈસવીસન પૂર્વે 232 સુધી રાજ કર્યું હતું. તેનો અર્થ એ છે કે રોમિલા થાપર માને છે કે મહાભારતનું યુદ્ધ અશોકના શાસનકાળ બાદ થયું હતું. જો કે હકીકત એ છે કે મહાભારતનું યુદ્ધ અશોકના જન્મના હજારો વર્ષ પહેલા થયું હતું. તમામ ઈતિહાસકારોથી લઈને ઘણાં વિશેષજ્ઞોએ મહાભારત યુદ્ધની તારીખનું અનુમાન લગાવ્યું છે અને તમામ પ્રમાણે આ મૌર્ય સામ્રાજ્યથી હજારો વર્ષ પહેલા થયું હતુ.

હવે આવી રોમિલા થાપરની તવારીખની જાણકારી પર. ખુદ રોમિલા થાપર પોતાના એક લેખમાં માને છે કે મહાભારતનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 3102માં થયું હતું. આ રોમિલા થાપર કહે છે કે ઈસવીસન પૂર્વે 232 સુધી રાજ કરનારા અશોકથી ઈસવીસન પૂર્વે 3102 બાદ રાજ કરનારા યુધિષ્ઠિરે પ્રેરણા લીધી હતી. આ એવી રીતે થઈ ગયું જેવું કોઈ કહે કે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના સ્વતંત્રતા સંગ્રામે ભારતના સ્વતંત્રતાસેનાનીઓમાંથી પ્રેરણા લીધી હતી. યા તો એમ કહી લો કે મહાત્મા ગાંધી કૈલાશ સત્યાર્થીથી પ્રેરીત હતા.

ખુદને મોટા ઈતિહાસકાર ગણવતા પોતાના જ્ઞાનની શેખી હાંકતા કથિત ઈતિહાસકારોની સચ્ચાઈ એ છે કે આ તથ્યોને પોતાની રીતે રજૂ કરીને એક ખાસ નરેટિવ બનાવવા ઈચ્છે છે. ભલે તે ખોટો હોય, ભ્રામક હોય અને સચ્ચાઈથી કોસો દૂર હોય. સમ્રાટ અશોકને બ્રાહ્મણો દ્વારા ઈતિહાસમાંથી કાઢવાથી લઈને યુધિષ્ઠિરને અશોકથી પ્રેરીત ગણાવવા સુધી, રોમિલા થાપરને ઐતિહાસિક બ્લન્ડર્સના સામે આવ્યા બાદ સવાલ તો પુછવામાં આવશે કે ભારતીય ઈતિહાસ અને હિંદુત્વથી તેમને આટલી પણ શું દુશ્મની છે?

Exit mobile version