Site icon hindi.revoi.in

88 વર્ષીય પ્રોફેસરનો મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનને પત્ર, “રામમંદિર મામલામાં તમે ઈશ્વર સાથે દગો કરી રહ્યા છો”

Social Share

રામમંદિર મામલામાં સુનાવણી દરમિયાન વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને સુપ્રીમ કોર્ટને જણાવ્યુ છે કે તેમને એક ધમકી ભરેલો પત્ર મળ્યો છે. આ પત્રમાં ધવનને પુછવામાં આવ્યું હતું કે તેઓ એક હિંદુ થઈને રામમંદિરની વિરુદ્ધ દલીલ કેવી રીતે કરી શકે છે? રાજીવ ધવને સુપ્રીમ કોર્ટની સમક્ષ આ મામલાને ઉઠાવ્યો, તેના પછી પત્ર લખીનારની વિરુદ્ધ અદાલતના અનાદરનો મામલો દાખલ કર્યો છે. પત્ર મોકલનારની ઓળખનો પણ ખુલાસો થયો છે.

મુસ્લિમ પક્ષકાર રાજીવ ધવનને આ પત્ર ચેન્નઈના પ્રોફેસર એન. શાનમુગમે લખ્યો હતો. પ્રોફેસર શાનમુગમની વય 88 વર્ષની છે. આ પત્રમાં તેમણે રાજીવ ધવનને સવાલ કર્યો હતો કે તેઓ પોતાની આસ્થા સાથે વિશ્વાસઘાત કેવી રીતે કરી શકે છે? જૈફવયના પ્રોફેસરે લખ્યુ હતુ કે રાજીવ ધવને આના ગંભીર પરિણામ ભોગવવા પડશે, કારણ કે તેમણે ઈશ્વરનો અનાદર કર્યો છે. આના સિવાય તેમણે રાજીવ ધવનને શ્રાપ પણ આપ્યો હતો.

આના સિવાય રાજીવ ધવનને વ્હોટ્સએપ પર પણ ધમકી ભરેલા મેસેજ મળ્યા છે. મહત્વપૂર્ણ છે કે રામમંદિર મામલામાં જ્યાં હિંદુ પક્ષ તરફથી પરાશરણ વકીલ છે, તો રાજીવ ધવન મુસ્લિમ પક્ષકારના વકીલ છે. સુપ્રીમ કોર્ટમાં હવે રામમંદિર મામલે નિયમિત સુનાવણી ચાલી રહી છે.

Exit mobile version