Site icon Revoi.in

રામ-જાનકી માર્ગનું નિર્માણ: ભક્તો અયોધ્યાથી પાંચ કલાકમાં સીતામઢી પહોંચી શકશે

Social Share

લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે,અયોધ્યા અને સીતામઢીને જોડતો એક માર્ગ બનાવવામાં આવી રહ્યો છે, જેનું નામ રામ-જાનકી માર્ગ રાખવામાં આવશે. આ સાથે,ભક્તો પાંચથી છ કલાકમાં અયોધ્યાથી સીતામઢી પહોંચી શકશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે સીતામઢી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, “હું ખાસ કરીને અહીં રામ મંદિર નિર્માણની શરૂઆત પ્રસંગે બધાને અભિનંદન અને શુભકામનાઓ આપવા આવ્યો છું..”

આ દરમિયાન તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશના અયોધ્યાને બિહારના સીતામઢી જિલ્લા સાથે જોડતો એક માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. આ માર્ગનું નામ રામ-જાનકી માર્ગ છે. આના દ્વારા ભક્તો પાંચથી છ કલાકમાં અયોધ્યાથી સીતામઢી પહોંચશે.

ઉત્તરપ્રદેશમાં રામમંદિરના નિર્માણનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશમાં પ્રવાસીઓની સંખ્યા પણ વધી શકે તે છે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણ બાદ ભારત સહિત દેશ-વિદેશથી પણ પ્રવાસીઓ આવી શકે છે અને તેના કારણે રામમંદિરની આસપાસ રોજગારીની તકો વધવાની પણ પુરેપુરી સંભાવના છે.

_Devanshi