Site icon hindi.revoi.in

‘વિશ્વ સાક્ષરતા દિવસ’ -સાક્ષરતા વ્યક્તિની સમજ અને ઘડતરમાં, દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે

Social Share

સાહીન/દેવાંશી

 

સાક્ષરતા દિવસ ઉજવવાનો મુખ્ય હેતું દરેક સમાજના લોકો, દરેક વ્યક્તિને સાક્ષર બનાવવાનો છે, દેશના વિકાસ માટે સાક્ષરતા હોવી જરુરી છે, એક વ્યક્તિની સુજ સમજથી તેની સાથે સંકળાયેલા લોકોમાં પણ સમજ પ્રગટ થાય છે,શિક્ષણનું મહત્વ આજના આ યુગમાં મહત્વનો ભાગ ભજને છે,
સાક્ષરતાનું ખાસ તાત્પર્ય એ છે કે, દરેક વ્યક્તિ લખતા વાંચતા અને સમજતા શીખે ,સાક્ષરતા મનુષ્યના વિકાસ અને ક્ષમતાને સક્ષમ બનાવવાની પ્રાથમિક-બુનિયાદી અનિવાર્યતા છે. વિકાસશીલ દેશોમાં શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે.યુનેસ્કોએ વિશ્વમાં સાક્ષરતા પ્રવૃત્તિને વધુને વધુ વેગ અને પ્રોત્સાહન આપવા મહત્વના પગલા ભર્યા છે. જેમાં અનુદાનથી લઈને સાક્ષરતા પુરસ્કારનો સમાવેશ કર્યો છે. દેશમાં નિરક્ષરતા નાબૂદી માટે સતત કાર્ય કરવામાં આવ્યું છે

દેશની સરકાર દ્વારા એક સુત્ર ાપવામાં આવ્યું હતું . ‘પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા’ અને આ સુત્ર તદ્દન સાર્થક પુરવાર થાય છે, આજે આપણે જોઈ શકીયે છીએ શિક્ષણના પુરતા વ્યાપથી આજે નાના અંતરીયાળ ગામડાના લોકો પણ શિક્ષણ સાથે જોડાતા થયા છે, દેશમામ અનેક સ્થાનોએ શાળાઓ, કોલેજોની સ્થાપના કરવામાં આવી છે જેથી કરીને દેશના ખુણે ખુણે સુધી શિક્ષણ ફેલાય અને લોકો સમજતા થાય, સમજણ થકી અનેક કાર્યોને પાર પાડી શકાય છે અને આ સમજણ સાક્ષરતાનું મહત્વનું પાસું છે.

સાક્ષરતા દિવસની શરૂઆત

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી માટે પ્રથમ વખત વર્ષ 1965 માં 17 સપ્ટેમ્બર દરમિયાન ઈરાનના તેહરાનમાં શિક્ષણ મંત્રીઓના વિશ્વ સંમેલન દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ 26 ઓક્ટોબર 1966 ના રોજ યુનેસ્કોએ 14 મી જનરલ કોન્ફ્રેન્સમાં જાહેરાત કરી કે દર વર્ષે 8 સપ્ટેમ્બર દુનિયાભરમાં ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. ત્યારથી લઈને આજ દિન સુધી 8મી ,પ્ટેમ્બરને વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે મનાવામાં આવે છે

કયા કારણો સર ઉજવાય છે સાક્ષરતા દિવસ

માનવ વિકાસ અને સમાજ માટેના તેમના અધિકારની અનુભૂતિ અને સાક્ષરતા પ્રત્યે માનવ ચેતનાને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. સફળતા અને જીવવા માટે સાક્ષરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

દરેકને જાગૃતિની આવશ્ક્યતા

સાક્ષરતાનો અર્થ ફક્ત વાંચન, લેખન અથવા શિક્ષિત હોવાનો નથી. તે લોકોના અધિકારો અને કર્તવ્યો પ્રત્યે જાગૃતિ લાવીને સામાજિક વિકાસનો આધાર બની શકે છે.

ભારતની પરિસ્થિતિ શું છે

ભારતનો સાક્ષરતા દર 74.04% છે. જેમાં શિક્ષિત મહિલાઓનો સાક્ષરતા દર 65.46 % છે. તો 82.14 % પુરુષો શિક્ષિત છે.

દેશમાં સાક્ષરતા દર નીચા હોવાનું કારણ

ભારતમાં સાક્ષરતા દર નીચા હોવા પાછળના અનેક કારણો છે. જેમાં શાળાઓનો અભાવ, શાળાઓમાં શૌચાલયોનો અભાવ, જાતિવાદ, ગરીબી, યુવતીઓની છેડતીનો ડર, જાગૃતતાનો અભાવ જેવી ઘણી બાબતો શામેલ છે.

Exit mobile version