Site icon hindi.revoi.in

કોરોનાનું ગ્રહણ, સુરતના પાવરલુમ્સમાં કારીગરો વગર કારખાનાઓમાં કામ બંધ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે અનલોકમાં ધીરે-ધીરે વેપાર-ધંધુ શરૂ થયા હતા. વેપાર-ધંધા સરકારીની કોરોના ગાઈડલાઈન અનુસાર શરૂ કરવામાં આવ્યાં હતા. જો કે, કોરોના મહામારીને પગલે સુરતમાંથી મોટી સંખ્યામાં શ્રમજીવીઓએ પોતાના વતનની વાટ પકડી હતી. હવે કાપડ ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. જો કે, પાવરલુમ્સના વ્યવસાયમાં કારીગરોની અછતના પગલે હજુ માત્ર 20 ટકા જેટલા જ કારખાનાઓ શરૂ થયાં છે. જ્યારે 80 ટકા કારખાનાઓ હજુ બંધ હાલતમાં જ છે. જેથી કારખાનેદારોની મુશ્કેલીમાં વધારો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અનેક શ્રમજીવીઓ પોતોના વતન જતા રહ્યાં હતા. સરકાર દ્વારા શરૂ કરાયેલી શ્રમજીવીઓ માટે શરૂ કરાયેલી વિશેષ ટ્રેનમાં 12 લાખ જેટલા શ્રમિકો ઉત્તરપ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાં ગયા હતા. અનલોકમાં હવે સુરતમાં વેપાર ધંધા ફરીથી શરૂ થઈ રહ્યાં છે. પરંતુ શ્રમિકોની અછતના કારણે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયાં છે.

ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન (ફોગવા) દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી પિયૂષ ગોયલને ટ્રેન વ્યવહાર પૂર્વવત્ત કરવાની રજૂઆત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને પાવરલુમ્સમાં કે જયા મોટા ભાગે તમામ કારીગરો ઓડિસ્સાના છે જેથી જયા સુધી તેઓ પરત નહિ આવે ત્યા સુધી વેપાર ગતી પકડી શકે તેમ નથી. લોકડાઉન દરમિયાન સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અંદાજે 15 લાખ કારીગરો યુપી, બિહાર અને ઓરિસ્સા જતા રહ્યાં હતા. હવે બજારો સુધરવા સાથે ઉત્પાદન પ્રક્રિયા પૂર્વવત્ત થઈ રહી છે, ત્યારે કારીગરોની અછતને નિવારવા માટે ફરી ટ્રેન વ્યવહાર શરૂ કરીને કારીગરને પરત લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના ભીવંડી માર્કેટમાં હાલમાં 70 ટકા કામ શરૂ થઇ ગયું છે. જયારે સુરતમાં પાવરલુમ્સ હજુ પણ 20 ટકા કામ કરી રહ્યાં છે. જેથી શ્રમિકોને પરત લાવવા માટે વેપારીઓ સ્પેશયલ ટ્રેનનો ખર્ચો પણ ઉઠાવવા માટે પણ તૈયાર થવા હોવાનું જાણવા મળે છે.

Exit mobile version