Site icon hindi.revoi.in

આર્થિક સંકટથી હવે આસામમાં ‘ચ્હા’ના ઉદ્યોગનો સ્વાદ ફિકો પડ્યો

Social Share

હાલમાં દેશભરમાં અનેક ક્ષેત્ર પર મંદીનો માર પડ્યો છે, કેટલાક લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે, તો કેટલીક કંપનીઓ દ્રારા કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે, ઑટોમોબાઈલ, રિયલ એસ્ટેટ,એવિએશન અને ટેક્સટાઈલ પછી હવે દેશભરમાં ચ્હા નો ઉદ્યોગ પણ મંદીની ઝપેટમાં આવ્યો છે,170 વર્ષ જુનો ચ્હાનો પ્રદેશ ગણાતું આસામ પણ હવે આ મંદીના મારથી ઝઝૂમી રહ્યું છે,ઉત્પાદનના ખર્ચમાં વધારો થવાને કારણે અને ચ્હા ભાવમાં સ્થિરતા આવવાને કારણે હવે ચ્હાનો વેપાર લાંબા સમય સુધી ફાયદામાં રહે તેવા કોઈ અણસાર જોવા મળતા નથી.હાલ તો આ વેપાર ક્ષેત્રમાં કોઈ પણ આશાનું કિરણ જોવા નથી મળતું.

આસામમાં ચ્હાની ખેતી કરતા માલિકો પણ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છે,ચ્હાના ભાવમાં સ્થિરતા છે,મજુરી અને અન્ય ખર્ચાઓ વધી રહ્યા છે,માંગ અને સપ્લાયમાં મોટો તફાવત છે, પરિવહનનો ખર્ચ વધુ છે, હરાજીમાં યોગ્ય ભાવ ન મળવાનો પડકાર છે અને વાતાવરણમાં પરિવર્તન પણ સમસ્યા ઉત્પન્ન કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ચ્હાનું ઉત્પાદન કરતો દેશ છે, અને ચોથા નંબરનો ચ્હાનો નિકાસ કરનારો દેશ  છે. આ ઉદ્યોગમાં 12 લાખ લોકોને સીધો રોજગાર મળ્યો છે અને ચ્હા બગીચાના કામદારોના લગભગ 3 લાખ પરિવારો પણ આ ક્ષેત્ર પર નિર્ભર છે. કંસલ્ટેટિવ કમિટી ઓફ  પ્લાન્ટર્સ એસોસિએશન જણાવ્યા અનુસાર ભારતમાં ચાનું ઉત્પાદન વર્ષ 2014 માં 120.7 કરોડ કિલોથી વધીને 2018 માં 133.90 કરોડ કિલો થઈ ગયું છે.

આસામમાં વર્ષ 2014માં ચ્હાની સરેરાશ હરાજી કિંમત 150 રુપિયા પ્રતિ કિલોગ્રામ હતી, અખિલ ભારતીય સ્તરે આ કિંમત 130.90 રુપિયે પ્રતિ કિલોગ્રામ હતી.વર્ષ 2018માં કિંમતમાં ઘણો વધોરો નોંધાયો અને આસામમાં પ્રતિ કિલોગ્રામ કિંમત 156.43 રહી છે,જ્યારે સમગ્ર ભારતમાં 138.83 રુપિયે પ્રતિ કિલોગ્રામ હતી,બીજી તરફ વર્ષ 2018માં આસામના ચ્હાના બગીચાના શ્રમિકોને વેતન રુપે અંદાજે 22 ટકા સુધીની વૃધ્ધી થઈ હતી, ત્યારે ઉત્પાદન ખર્ચ ધણો વધી ગયો છે.

ટી એસોસિએશન ઑફ ઈન્ડિયાના સચિવ દિપાંજોલ ડેકાએ જણાવ્યું કે,“સૌથી મોટી સમસ્યા ઉત્પાદન ખર્ચનું વધવું અને તેની ભરપાઈ ન થવી તે છે,ઈંધણ,કોલસા,ગેસ,ફર્ટીલાઈઝર જેવા ઉત્પાદન ખર્ચા વધતા જાય છે,વિતેલા પાંચ વર્ષમાં ખર્ચની ભરપાઈ બરાબર નથી થઈ શકી” બીજી તરફ હરાજીમાં સમાવેશ પામનારાઓને તેને વહેંચવા અને લેવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

ગૂહાવટી ટી બોયર્સ એસોસિયેશનના સચિવ દિનેશ બિહાનીએ કહ્યું છે, પાછલા બે-ત્રણ વર્ષથી ચ્હાના ઉદ્યોગોમાં ચ્હાની કિમંતને લઈને સમસ્યાઓ ઉદ્બવી છે,ચ્હાનું ઉત્પાદન ધમું વધ્યુ છે પરંતુ માંગ નથી વધી,ખર્ચો વધ્યો છે પરંતુ વેચાણ કિંમતમાં બદલાવ નથી થયો,જેના કારણે નફામાં ખોટ વર્તાય છે.

દેશના કુલ ચ્હાના ઉત્પાદનમાં સામની ચ્હાનું યોગદાન 52 ટકા જેટલું રહ્યું છે,પરંતુ જે રીતે આ ઉદ્યોગમાં સુસ્તી છે જેના કારણથી નજીકના ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

Exit mobile version