- કોરોના નો કહેર યથાવત
- ડબલ્યુએચઓ એ જાહેર કર્યો વીડિયો
- માસ્ક સંબંધિત વીડિયો કર્યો જાહેર
કોરોનાનો કહેર દિવસે ને દિવસે ડરામણો બનતો જાય છે. દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 49 લાખને વટાવી ગઈ છે. વાયરસથી બચવા માટે દરેકને મુખ્યત્વે માસ્ક પહેરવાની, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને ડાયટમાં ઈમ્યુન બૂસ્ટર વસ્તુઓનો સમાવેશ કરવાની સૂચના આપવામાં આવે છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક વીડિયો જારી કરતા તેમાં આ વાતને દર્શાવી છે કે માસ્ક પહેરતી વખતે કઈ- કઈ ભૂલો ટાળવી જોઈએ. લોકો આ ભૂલો ખાસ કરીને માસ્કથી સંબંધિત હોવાનું જણાયું છે
માસ્ક ઢીલું પહેરવું
લોકો તેમની સલામતી માટે તો માસ્ક પહેરે છે. પરંતુ તેણે વારંવાર તેના પર હાથ લગાવો, તેને ખેચીને ઢીલું કરી નાખે છે. આ કિસ્સામાં સંક્રમણનું જોખમ અનેકગણું વધે છે. જો તમે ખરેખર પોતાને કોરોનાથી બચાવવા માંગો છો, તો ઢીલું નહીં પરંતુ યોગ્ય ફીટિંગવાળું માસ્ક ખરીદો અને તેને પહેરો.એવું માસ્ક લો જેનાથી નાકથી લઇને હડપચી સુધીનો ચહેરો સારી રીતે કવર થાય.
નાકને કવર ન કરવું
ઘણા લોકો માસ્કને નાક નીચે કરી દે છે અથવા આવી રીતે જ માસ્ક પહેરે છે. પરંતુ આ વાયરસ થવાનું મહત્તમ જોખમ નાક અને મોં દ્વારા છે. એવામાં તેને સારી રીતે ઢંકાયેલ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી માસ્ક સારી રીતે પહેરવાની અને તેને તમારા નાક નીચે રાખવાની ભૂલ ન કરો.
વાત કરતી વખતે માસ્ક પહેરશો નહીં
લોકો માસ્ક પહેરે તો છે પરંતુ વાત કરવા દરમિયાન મોટા ભાગના લોકો તેને ઉતારી રહ્યા છે. એક-બીજાના સંપર્કમાં આવવા પર માસ્કને મોઢાથી ઉતારીને વાત કરવાથી સંક્રમિત થવાનું જોખમ વધે છે. તેના માટે માસ્કને ધ્યાનથી પહેરવાની સાથે કોઇ સાથે વાત કરતી વખતે ઉતારવાથી બચો.
માસ્કને વારંવાર સ્પર્શ કરશો નહીં
ઘણા એવા લોકો છે જેઓ વારંવાર તેમના માસ્કને સ્પર્શ કરે છે. તેવામાં તેના પર ગંદા હાથ લાગવાથી વાયરસની ઝપેટમાં આવવાની શક્યતા વધી જાય છે. તેવામાં એવી ભૂલ ના કરો. સાથે જ જો કોઇ તમારી સામે માસ્કને વારંવાર સ્પર્શ કરે તો તેને પણ આ અંગે જાણકારી આપતા આમ ન કરવાની સલાહ આપો. ખાસ કરીને ઘરના બાળકોને માસ્કને કેવી રીતે પહેરવા અને હેન્ડલ કરવું તે સમજાવો.
કોઈ બીજા વ્યક્તિનું માસ્ક પહેરવું
જો તમે ઘરના સભ્યો સાથે તમારો માસ્ક બદલો અને પહેરો છો, તો આવુ કરવાની ભૂલ ન કરો. આ રીતે એકબીજાના માસ્ક શેર કરવાથી સંક્રમણ લાગવાનું જોખમ વધે છે
દેવાંશી-