Site icon Revoi.in

જ્યારે મોદીજીએ બાસ્કેટમાંથી રંગબેરંગી પતંગિયાઓને આઝાદ કર્યાઃઅહલાદક હતું એ દ્રશ્ય

Social Share

દેશના વડા પ્રધાન પોતાના જન્મ દિવસ પર ગુજરાતની મુલાકાતે છે, તેઓ કેવડીયા પાસે આવેલા સરદાર સરોવર ડેમની મુલાકાત માટે પહોંચ્યા હતા જ્યારે તેઓ કૈક્ટર્સ ગાર્ડનમાં પહોંચ્યા ત્યારે એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતુ,મોદીજીને એક બાસ્કેટ આપવામાં આવી હતી, જેમાં સંખ્યા બંધ બટરફ્લાઈ હતા,જ્યારે માદીજીએ તે બાસ્કેટ ખોલી તો અંદરથી એક પછી એક બટરફ્લાઈ ઉડવા લાગ્યા,ખરેખર આ  દ્રશ્ય ખુબ હલાદક હતું,બાસ્કેટમાંથી અલગ અલગ કલરના પતંગિયાઓ નિકળતા હતા અને મોદીજી હળવું સ્મિત આપી રહ્યા હતા.આમ મોદીજીએ હજારો પતંગિયાઓને ખુલ્લી હવામાં આઝાદ કર્યા હતા.

સ્ટૈચ્યૂ ઑફ યૂનિટી પાસે ટૂરીઝમને પ્રોત્સાહન આપવા માટે અહીં ઘણા પ્રોજેક્ટસ પર કામ કરવામાં આવ્યું છે,જેમાં કૈક્ટસ ગાર્ડન,સફારી પાર્કનો સમાવેશ થાય છે ,જેની મંગળવારના રોજ પ્રધાન મંત્રીએ મુલાકાત લઈને નિરિક્ષણ કર્યું હતું

પ્રધાનમંત્રીએ અહીં કૈક્ટસ ગાર્ડનની મુલાકાત લીધી હતી જેમાં કૈક્ટસના વૃક્ષોની 450થી વધુ જાતિઓ લગાવવામાં આવી છે અને ખૂબજ શાનદાર રીતે તેની સજાવટ પણ કરવામાં આવી છે,ત્યારે આજ ગાર્ડનની પાસે સફારી ગાર્ડન પણ છે, જ્યા મુલાકાતીઓ માટે વિશેષ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે,ટૂંક સમયમાં અહીયા અનેક પ્રકારના પશુઓ પણ લાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી રહેતા નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો પાયો નાખ્યો હતો,જો કે તેમણે તેનું દ્ધાટન પ્રધાન મંત્રીના પદથી કર્યું છે,મોદી સરકારના પ્રથમ કાર્યાલય સમયથી તેનું ઉદ્ધાટન કર્યા બાદ આ જગ્યાનો સતત વિકાસ થઈ રહ્યો છે

આજે સરદાર સરોવર ડેમની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે, આ ડેમનું ઉદ્ધાટન પણ એક સમયે મોદીજીએ જ કર્યું હતું,સરદાર સરોવર ડેમ પ્રથમ વખત પુરેપુરો ભરાયો છે જેને લઈને પીએમ આ દ્રશ્ય નિહાળવા અહીયાની મુલાકાતે આવી પહોંચ્યા છે.આ સંપૂર્ણ કાર્યક્રમ પત્યા બાદ પીએમ તેમની માતા હીરાબેનની મુલાકાત લેવા જશે,મોદીજી તેમના દરેક જન્મ દિવસ પર પોતાની માતાને અવશ્ય મળવા જાય છે તેઓ ક્યારેય આ દિવસે તેમની માતાને મળવાનું ચુકતા નથી.