Site icon Revoi.in

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ જમ્મુ-કાશ્મીર અને લડાખમાં રોકાણ માટે કહી આ વાત

Social Share

દેશના સૌથી મોટા ધનકુબેર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ ક્હ્યુ છે કે તેમનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર અને લડાખના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને અહીં વિકાસાત્મક ગતિવિધિઓ માટે વિશેષ કાર્યદળની રચના કરશે.

અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સોમવારે 42મી સામાન્ય બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગપતિઓને રોકાણ માટેની અપીલ સંદર્ભે કહ્યુ છે કે અમે જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિકાસ તથા ત્યાંના લોકોની જરૂરિયાતો માટે પ્રતિબદ્ધ છે. રિલાયન્સ જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિકાસાત્મક ગતિવિધિઓ માટે વિશેષ કાર્યદળની રચના કરશે. ઝડપથી ખીણ માટે ઘણી ઘોષણાઓ કરવામાં આવશે.

મોદી સરકારે પાંચમી ઓગસ્ટે ઐતિહાસિક પગલું ઉઠાવતા જમ્મુ-કાશ્મીરને બંધારણની કલમ-370 હેઠળ મળેલા વિશેષ દરજ્જાને સમાપ્ત કરવાની સાથે જ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા છે. લડાખને અલગ કરીને તેને કેન્દ્રશાસિત પ્રશાસનિક વ્યવસ્થાને આધિન રાખવામાં આવ્યું છે, જ્યારે જમ્મુ-કાશ્મીરને પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે,  પરંતુ તેની વિધાનસભા હશે. અંબાણીએ કહ્યુ ચે કે કંપનીના સામાજિક કાર્યો સાથે જોડાયેલા રિલાયન્સ ફાઉન્ડેશને દેશભરમાં બે કરોડ 90 લાખથી વધારે લોકો જીવનસ્તરને સુધારવામાં મદદ કરી છે.

દેશના દૂરસંચાર ક્ષેત્રમાં માત્ર ત્રણ વર્ષની અંદર નવી ક્રાંતિના જનક રિલાયન્સ જિયોએ પાંચ સપ્ટેમ્બરે દેશભરમાં રિલાયન્સ જિયો ગીગા ફાઈબરની વાણિજ્યિક શરૂઆતનું એલાન કર્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ, પ્રબંધ નિદેશખ મુકેશ અંબાણીએ સોમવારે અહીંના બિરલા માતુશ્રી સભાગૃહમાં 42મી સામાન્ય બેઠકને સંબોધિત કરતા કહ્યુ કે રિલાયન્સ જિયોનો પ્રારંભ થવાના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર રિલાયન્સ જિયો ગીગા ફાઈબરની દેશભરમાં વાણિજ્યિક શરૂઆત કરવામાં આવશે. તેમણે કહ્યુ છે કે તેનો પ્લાન 700 રૂપિયાથી લઈને દશ હજાર રૂપિયા સુધીનો હશે. સાતસો રૂપિયાવાળા પ્લાનનની ગતિ 100 એમબીપીએસ હશે.

તેમણે કહ્યુ કે રિલાયન્સ જિયો ગીગા ફાઈબર સેવામાં બ્રોડબેન્ડ સાથે લેન્ડલાઈન ફોન પણ મફત મળશે. તેની સાથે જ એક જીબીપીએસ સુધીની ગતિવાળા ઈન્ટરનેટ અને મફત સેટટોપ બોક્સ પણ આપવામાં આવશે, જે 4કે વીડિયો સ્પોર્ટ કરશે.

મુકેશ અંબાણીએ કહ્યુ છે કે જિયો ગીગા ફાઈબર બ્રોડબેન્ડ માટે દેશના તમામ કેબલ ઓપરેટરો સાથે ભાગીદારી કરવામાં આવશે. જિયો ગીગા ફાઈબર પર ઈશા અંબાણી અને આકાશ અંબાણીએ કંપીના મોટા અધિકારી સાથે ડેમો પ્રસ્તુત કરતા કહ્યુ કે આમા એક જીબી પ્રતિ સેકન્ડની ગતિ મળશે અને તેના દ્વારા વપરાશકાર સરળતાથી ઘણાં મિત્રો સાથે વીડિયો કોલ કરી શકશે.