Site icon hindi.revoi.in

મમતા બેનર્જીનો યુટર્ન, રાજકારણ ખેલવાનો આરોપ લગાવીને મોદીના શપથગ્રહણ સમારંભમાં સામેલ થવાનો ઈન્કાર

Social Share

મોદી સરકારના શપથગ્રહણ સમારંભના ઠીક પહેલા રાજકીય હલચલ વધવા લાગી છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદીના શપથગ્રહણમાં આવવાનો ઈન્કાર કર્યો છે. જ્યરે પહેલા તેમણે આના માટે હામી ભરી હતી.

મમતા બેનર્જીએ એક પત્ર જાહેર કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે ભાજપે આ કાર્યક્રમમાં મૃત ભાજપના કાર્યકર્તાઓના પરિવારજનોને બોલાવ્યા છે અને આના રાજકીય હત્યા ગણાવી છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે આ રાજકીય હત્યા નથી, પરંતુ પરસ્પરની અદાવતનો મામલો છે.

મમતા બેનર્જીએ પત્રમાં લખ્યું છે કે અભિનંદન, નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. તમારા બંધારણીય આમંત્રણને મે સ્વીકાર્યું હતું અને તમારા શપથગ્રહણ સમારંભમાં હું આવવા માટે તૈયાર હતી. પરંતુ ગત કેટલાક સમયમાં મે રિપોર્ટ્સ જોયા છે કે ભાજપ કહી રહ્યું છે કે તેમણે ભાજપના એ 54 કાર્યકર્તાઓના પરિવારને પણ આમંત્રિત કર્યા છે, જેમની પશ્ચિમ બંગાળમાં રાજકીય હત્યા કરી દેવામાં આવી છે.

મમતા બેનર્જીએ લખ્યું છે કે આ બિલકુલ જૂઠ્ઠાણું છે, બંગાળમાં કોઈ રાજકીય હત્યા થઈ નથી. આ હત્યાઓ પરસ્પરની અદાવત, પારિવારીક લડાઈ અને અન્ય મામલાઓને કારણે થઈ છે. આની રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી, આવો કોઈ રેકોર્ડ પણ નથી.

તેમણે લખ્યું છે કે સૉરી નરેન્દ્ર મોદીજી, આના કારણે હું તમારા શપથગ્રહણ સમારંભમાં સામેલ નહીં થઈ શકું. આ સમારંભ લોકશાહીનો જશ્ન મનાવવાવાળું હતું. પરતું કોઈ એક રાજકીય પક્ષને નીચું દેખાડવાનું નહીં. કૃપા કરીને મને માફ કરો.

મહત્વપૂર્ણ છે કે પ. બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન ખૂબ હિંસા થઈ હતી. તે વખતે ભાજપના ઘણાં કાર્યકર્તાઓએ જીવ ગુમાવ્યા હતા. ભાજપ તેમને શહીદ ગણાવી રહ્યું છે. ભાજપે મોદીના શપથગ્રહણ સમારંભમાં આ ભાજપના 54 કાર્યકર્તાઓના પરિવારજનોને બોલાવ્યા હતા. જેને ભાજપના મિશન – 2020ની રણનીતિનો હિસ્સો માનવામાં આવે છે.

પશ્ચિમ બંગાળની 42 લોકસભા બેઠકોમાંથી ભાજપે 18 પર જીત મેળવીને અત્યાર સુધીમાં રાજ્યમાં સૌથી સારો દેખાવ કર્યો છે. ભાજપને 40 ટકા વોટ પણ મળ્યા છે. જ્યારે પ. બંગાળમાં સત્તાધારી ટીએમસીને 22 બેઠકો મળી છે. જ્યારે ગત લોકસભા ચૂંટણીમાં ટીએમસીને 37 લોકસભા બેઠકો જીતવામાં સફળતા મળી હતી.

Exit mobile version