ટીએમસીના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બુધવારે ચ્હા વેચી. તેમમે દીધાના દુત્તાપુરમાં એક ટીસ્ટોલ પર ચ્હા બનાવીને ગ્રાહકોની સામે રજૂ કરી હતી. તેમણે આનો વીડિયો પણ શેયર કર્યો છે. 16 કલાકમાં તેમના ફેસબુક પૃષ્ઠ પરથી આ વીડિયો 13 હજાર લોકોએ શેર કર્યો છે. તેના પર લગભગ 50 હજાર લાઈક્સ અથવા કોમેન્ટ આવી છે.
પશ્ચિમ બંગાળમાં 2020માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રદર્શને ટીએમસીની ઉંઘ ઉડાડી દીધી હતી. વિધાનસભા ચૂંટણી માટે ટીએમસી પ્રશાંત કિશોરની મદદ લઈ રહી છે. પ્રશાંત કિશોરે જ 201માં નરેન્દ્ર મોદીની ચૂંટણી રણનીતિ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.
2014ની ચૂંટણીમાં મોદીની સફળતાની પાછળ પ્રશાંત કિશોરની રણનીતિને એક મહત્વનું કારક માનવામાં આવ્યા હતા. ટીએમસીની ચૂંટણી તૈયારીઓ પ્રમાણે પ્રશાંત કિશોરને સૌથી પહેલા મમતા બેનર્જીની જનતા સાથે જોડાણ ધરાવતા નેતાની છબી બનાવવા પર ભાર મૂક્યો છે. આ મકસદથી દીદી કો બોલો કેમ્પેન ચલાવવામાં આવ્યું છે.
આ કેમ્પેન હેઠળ લોકો સીધા પોતાની વાત સરકાર સુધી પહોંચાડી શકે છે. તેવામાં માનવામાં આવે છે કે મમતા બેનર્જીએ ટી-સ્ટોલ પર ચ્હા બનાવીને સર્વ કરવાની કવાયત પણ આ યોજના હેઠળ કરી છે. 2014માં નરેન્દ્ર મોદીએ નાનપણમાં ચ્હા વેચી હોવાના દાવાની ખૂબ મોટી ચર્ચા હતી અને તેની વ્યાપક અસર પણ જનમાનસ પર જોવા મળી હતી.
ખુદ મોદી અને ભાજપના નેતા વારંવાર પ્રચારીત કરતા રહ્યા છે કે ચ્હા વેચનારા શખ્સ વડાપ્રધાન બનવાની દોડમાં છે, તો વિપક્ષ ઈચ્છતું નથી કે કોઈ ચ્હા વેચનાર આ સ્તર સુધી પહોંચે. કોંગ્રેસના મણિશંકર અય્યરે તો કહ્યુ હતુ કે મોદી પીએમ તો નહીં બની શકે, ચાહે તો કોંગ્રેસના અધિવેશનમાં ચ્હા વેચી શકે છે. ચ્હાના મુદ્દાએ ભારે તૂલ પકડયું અને ભાજપે ચ્હાય પર ચર્ચાને 2014ના ચૂંટણી પ્રચાર અભિયાનનો હિસ્સો બનાવી દીધી. માનવામાં આવે છે કે આ આઈડિયા પાછળ પણ પ્રશાંત કિશોરનું જ દિમાગ હતું.