Site icon hindi.revoi.in

નીતિ પંચની બેઠકમાં સામેલ નહીં થાય મમતા બેનર્જી, પીએમ મોદીને લખ્યો પત્ર

Social Share

નીતિ પંચની બેઠક 15મી જૂને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ખાતે યોજાવાની છે. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જી સામેલ થવાના નથી. મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમને આ વાતની જાણકારી આપી છે.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને પીએમ મોદીને ખુલ્લો પત્ર લખતા કહ્યુ છે કે નીતિ પંચની પાસે નાણાંકીય અધિકાર નથી અને ન તો રાજ્યની મદદ કરવાનો નીતિ પંચ પાસે અધિકાર છે. તેવામાં બેઠકમાં સામેલ થવું મારા માટે નિરર્થક છે.

મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધન મમતા બેનર્જી લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન સતત કેન્દ્ર સરકારની ટીકા કરતા હતા. ત્યાંની 42 લોકસભા બેઠકમાંથી ભાજપને 2019ની ચૂંટણીમાં 18  બેઠકો મળી છે. 2014માં ભાજપને પશ્ચિમ બંગાળમાંથી માત્ર બે બેઠકો પર જીત પ્રાપ્ત થઈ હતી. જ્યારે ટીએમસીને 2019ની ચૂંટણીમાં પ. બંગાળમાં મોટું નુકસાન થયું છે.

લોકસભાની ચૂંટણી બાદ ટીએમસીના ઘણાં નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે. તાજેતરમાં ભાજપના નેતા મુકુલ રોયેના પુત્રે ટીએમસી છોડીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. તેના પછી ટીએમસીના ઘણાં નેતા ભાજપમાં જોડાયા છે. તેને પશ્ચિમ બંગાળની સત્તાધારી ટીએમસી માટે એક મોટો આંચકો માનવામાં આવે છે.

Exit mobile version