Site icon hindi.revoi.in

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. લાંબા વિરામ બાદ 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. માણસામાં સૌથી વધારે 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રીય થઈ હોવાથી આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 24 કલાકમાં તાપીના સોનગઢ અને કડીમાં સાડા ત્રણ ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ચોટીલમાં 3 ઈંચ નિઝરમાં 3 ઈંચ કપડવંજમાં અઢી ઈંચ મહેસાણામાં સવા બે ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ હળવાથી ભારે વારસાદ પડી શકે છે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 25 અને 26 જુલાઇ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ વિભાગમાં થન્ડરસ્ટોર્મની આગાહી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ચોમાસામાં સૌરાષ્ટ્રમાં સિઝનનો 50 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 35 ટકા જેટલો વરસાદ થવા પામ્યો છે.

Exit mobile version