Site icon Revoi.in

ગુજરાતની 90 ટકાથી વધારે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટિના નિયમોનું ઉલ્લંઘન ?

Social Share

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ દર્દીઓ ભડથું થયાં હતા. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરાપડઘા પડ્યાં હતા. દરમિયાન સરકારે વધારે સંખ્યામાં લોકોની અવર-જવર ધરાવતી બિલ્ડીંગોમાં  ફાયર સેફ્ટિ મુદ્દે તપાસના સ્થાનિક તંત્રને આદેશ કર્યાં હતા. રાજ્યમાં હાલ 11500થી વધારે હોસ્પિટલો કાર્યરત છે તે પૈકી 96 ટકા હોસ્પિટલોમાં ફાયર સેફ્ટિના સાધનોનો અભાવ, ફાયર સેફ્ટિનું NOC નહીં હોવાનું તથા ફાયર સેફ્ટિના નિયમોનું પાલન નહીં કરતી હોવાનું જાણવા મળે છે. જો આવી જ સ્થિતિ હોય તો ફરીવાર કોઈ હોસ્પિટલમાં આગ લાગે તો મોટી જાનહાની થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ સફાળી જાગેલી સરકારે ફાયર સેફ્ટીના મુદ્દે તપાસ કરવા આદેશ કર્યાં હતા. જેને લઈને સરકારને વિવિધ મહાનગરપાલિકા અને પાલિકાઓ મારફતે મહત્વના ટેડા મળ્યાં હતા. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ડેટા અનુસાર રાજ્યની ગુજરાતની 11554 હોસ્પિટલોમાંથી 96.98 ટકા હોસ્પિટલો પાસે ફાયરનું NOC નથી.

મેગાસિટી અમદાવાદમાં જ 2000 હોસ્પિટલો NOC વિના ધમધમે છે. એટલું જ નહીં સુરતની 92 હોસ્પિટલો પાસે ફાયર NOC નહીં હોવાનું જાણવા મળે છે. જ્યારે વડોદરા અને ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટીસ મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે. જેથી તેની માહિતી સરકારને ઉપલબ્ધ નહીં થઈ હોવાનું જાણવા મળે છે. જેથી આ સંખ્યામાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. તેમજ કોરોના દર્દીઓની સારવાર કરતી કુલ 127 હોસ્પિટલો પૈકી 55 હોસ્પિટલોમાં ફાયરની NOC નથી. આ ડેટા અનુસાર માત્ર 349 હોસ્પિટલ જ ફાયર સેફ્ટિના નિયમોનું પાલન કરી રહી છે.