શ્રીનગર: દુનિયાના સૌથી ઊંચા વૉર ઝોન સિયાચિન જ્યાં દેશના બહાદૂર સૈનિકો દરેક ખરાબ પરિસ્થિતિનો સામનો કરીને પણ દરેક ક્ષણે સુરક્ષામાં તેનાત છે. વીસ હજાર ફૂટથી પણ વધારેની ઊંચાઈ ધરાવતા આ વોર ઝોનમાંથી એક વીડિયો આવ્યો છે. આ વીડિયો દ્વારા અહીં તેનાત જવાનોએ એ દર્શાવવાની કોશિશ કરી છે કે જ્યારે તપામાન માઈનસ 60 ડિગ્રીથી પણ નીચે ચાલ્યું જાય છે, તો લાખ કોશિશો કર્યા બાદ હથોડાથી પણ ઈંડા તૂટી શકતા નથી. માત્ર ઈંડા નહીં જ્યૂસ પણ જામીને પથ્થર બની જાય છે અને શાકભાજીના પણ આવા જ હાલ થાય છે. આ વીડિયો જોઈને તમે કદાચ હસી પણ શકો છો. પરંતુ વીડિયો જોઈને તમને સમજમાં આવી શકે છે કે દરેક મિનિટે અહીં તેનાત સૈનિકોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
વીડિયો સોશયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ત્રણ સૈનિક છે, જેમની પાસે જ્યૂસ, કેટલાક ઈંડા અને શાકભાજી છે. વીડિયોમાં સૌથી પહેલા એક સૈનિક જૂસનું બોક્સ હાથમાં લે છે, જે બિલકુલ કોઈ આઈસક્રીમના વેચાણ જેવું નજરે પડી રહ્યું છે. પથ્થરની જેમ જામી ચુકેલા જ્યૂસને પહેલા હથોડાથી તોડવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ તેના પછી તે તેવી જ સ્થિતિમાં રહે છે. એક અન્ય જવાન જામી ગયેલા જ્યૂસને તોડવાની કોશિશ કરે છે, પરંતુ તે નિષ્ફળ રહે છે. તેના પછી સૈનિક ઈંડાને તોડવાની કોશિશ કરે છે. એક સૈનિક પહેલા તો સંપૂર્ણપણે શક્તિ લગાવીને ઈંડાને પછાડે છે. પરંતુ તેને કંઈ થતું નથી. તેના પર સાથી જવાન મજાક કરતા કહે છે કે તમને ગ્લેશિયર પર આવા પ્રકારના ઈંડા મળશે. તેના પછી આ પ્રકારે ડુંગળી, ટામેટા, આદું અને બટાટા પણ તોડવાની કોશિશ કરવામાં આવે છે અને પરિણામ તે જ રહે છે.
નજીકમાં ઉભેલો એક અન્ય સૈનિક આના સંદર્ભે કહે છે કે અહીં તાપમાન માઈનસ 70 ડિગ્રીની પણ નીચે ચાલ્યું જાય છે. જિંદગી અહીં બિલકુલ નર્ક છે. આ સૈનિકોની પાછળ તેમનો કેમ્પ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. આ વીડિયોને ટ્વિટર, ફેસબુક અને વ્હોટ્સએપ પર પણ શેયર કરવામાં આવ્યો છે. એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે સિયાચિનમાં જિંદગી કોઈની કલ્પનાથી પણ વધારે મુશ્કેલ છે. જે સમયે તાપમાન માઈનસ 30થી માઈનસ 40 ડિગ્રી નીચે સુધી ચાલ્યું જાય છે, તે સમયે દાળ-ચોખા બનાવવામાં પણ પરસેવો છૂટવા લાગે છે.
સિયાચિનનો બેસ કેમ્પ લગભગ 20 હજાર ફૂટની ઊંચાઈ પર છે. આ દુનિયાનો સૌથી ઠંડું અને સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર છે. હિમસ્ખલન અને ભૂસ્ખલન જેવી કુદરીત આફતો અહીં ઘણી સામાન્ય છે. 13 એપ્રિલ-1984ના રોજ પાકિસ્તાને 33 હજાર વર્ગ કિલોમીટરના ક્ષેત્રને કબજે કરવાની કોશિશ કરી હતી અને સૈનિકો મોકલવાનું શરૂ કર્યું હતું. તેના પછી ભારત સરકાર ઉંઘમાંથી જાગી અને બાદમાં ઈન્ડિયન આર્મીએ પાકિસ્તાની સૈનિકોને ખદેડવા માટે ઓપરેશન મેઘદૂત લોન્ચ કર્યું હતું.
કાશ્મીરથી અલગ સિયાચિન ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત ત્રણ દશકાઓથી જંગનું મેદાન બનેલું છે. અહીં સેનાને તેનાત રાખવાના ઉદેશ્યથી અત્યાર સુધીમાં બંને દેશોએ લગભગ 600 અબજ રૂપિયાથી વધારેનો ખર્ચ કર્યો છે.
એક રિપોર્ટ પ્રમાણે, ભારત આ સ્થાન પર એક દિવસમાં લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. 2003માં પાકિસ્તાને ભારત સાથે યુદ્ધવિરામની સમજૂતી કરી હતી. બાદમાં અહીં શાંતિ છે. પરંતુ ઈન્ડિયન આર્મી કોઈપણ પ્રકારની મુશ્કેલ સ્થિતિનો સામનો કરવા માટે અહીં પોતાના ત્રણ હજાર સૈનિકોને તેનાત રાખે છે.