Site icon hindi.revoi.in

કાશ્મીર ભારતનું, પાકિસ્તાન સાથે માત્ર PoK પર થશે વાત: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ બાદ હવે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો મામલો ઉઠાવ્યો છે.

વિશાખાપટ્ટનમ ખાતે નૌસેના વિજ્ઞાન અને તકનીકી પ્રયોગશાળાના સુવર્ણ જયંતી સમારંભમાં વેંકૈયા નાયડુએ કહ્યુ હતુ કે હવે પાકિસ્તાન સાથે માત્ર પીઓકે પર વાત થશે. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

ભારતના ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ છે કે આપણે યુદ્ધ ઈચ્છતા નથી. આપણે શાંતિપ્રિય રાષ્ટ્ર છીએ.

Exit mobile version