Site icon hindi.revoi.in

 ઉત્તરાખંડ સરકારનો નિર્ણય –  દિલ્હી-NCR માંથી આવતા લોકોનો થશે કોરોના ટેસ્ટ- પોઝિટિવ આવવા પર નો એન્ટ્રી

Social Share

કોરોનાના સતત વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને  અનેક રાજ્યો હવે સતર્ક બન્યા છે, તમામ મોરચે હવે રાજ્ય સરકારો દ્વારા કડક પગલા લેવાનું શરુ કરવામાં આવ્યું છે. આ માર્ગે હવે ઉત્તરાખંડ રાજ્ય પણ આગળ વધ્યું છે, ઉત્તરાખંડ રાજ્ય સરકારે દિલ્હી અથવા એનસીઆરથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે અને જો તપાસ દરમિયાન કોઈ કોરોના પોઝિટિવ મળી આવે તેવા લોકોને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે નહી.

ઉત્તરાખંડ સરકારે જણાવ્યું હતું કે,દિલ્હી એનસીઆરમાંથી આવનારા યાત્રીઓ માટે દેહરાદુનના એરપોર્ટ. આઈએસબીટી અને રેલ્વે સ્ટેશન પર તમામ યાત્રીઓનો કોરોના રિપોર્ટ કરાવવાનું ફરજિયાત રહેશે, અને જો તપાસ દરમિયાન જે તે વ્યક્તિ કોરોના પોઝિટિવ જોવા મળશે તે રાજ્યમાં તેમને એન્ટ્રી આપવામાં આવશે નહી.

આ સમગ્ર બાબત વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતએ કહ્યું કે, ઉત્તરાખંડમાં કોઈ લોકડાઉન કરવામાં નહી આવે,જો કે કેટલાક કલાકો માટે પાબંધિઓ લગાવવામાં આવી શકે છે, રાજ્યના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે,રાજ્યમાં કોરોનાને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે, રાજ્યની સરહદો વિમાન મથકો, રેલ્વે સ્ટેશનો પર પરીક્ષણ વધારવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસને પણ કોરોના નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

માસ્ક ન પહેરનારા સામે દંડ લેવાનું પણ જણાવાયું છે આ સાથે જ માસ્ક પણ સમગ્ર રાજ્યમાં પુરતા પ્રમાયમમાં ઉપલબ્ધ કરાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.આ સાથે જ જો પરિસ્થિતિ કથળે તો કેટલાક કલાકની પાબંધિઓ લગાવવામાં આવી શકે છે.

સાહીન-

Exit mobile version