Site icon Revoi.in

લશ્કરે તૈયબાના શંકાસ્પદ આતંકી સૌરભ શુક્લાની ધરપકડ, પોલીસે જાહેર કર્યું હતું 25 હજારનું ઈનામ

Social Share

ઉત્તરપ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડે પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કરે તૈયબા માટે કામ કરવા બદલ રવિવારે શંકાસ્પદ આતંકવાદી સૌરભ શુક્લાની યુપીના પ્રયાગરાજ ખાતેથી ધરપકડ કરી છે. એટીએસના અધાકરીઓ પ્રમાણે, શુક્લા આતંકવાદી સંગટનના નિર્દેશ પર ભારતમાં ફંડ એકઠું કરી રહ્યો હતો અને પાકિસ્તાનમાં સક્રિય લશ્કરે તૈયબાની મદદ પણ કરી રહ્યો હતો. તે ફોન અને ઈન્ટરનેટ દ્વારા પાકિસ્તાન ખાતેના પોતાના હેન્ડલર સહીત અન્ય સદસ્યોના સંપર્કમાં હતો અને ભારતમાંથી જાણકારી એકઠી કરીને લશ્કરે તૈયબાને મોકલતો હતો. શંકાસ્પદ મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં રામપુર નૈકિન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા અગહાર ગામનો વતની છે.

આરોપ છે કે સૌરભ શુક્લાએ ભારતની મહત્વપૂર્ણ જાણકારીઓ પણ આતંકવાદી સંગઠન સુધી પહોંચાડી છે. સૂત્રો મુજબ, એટીએસ લાંબા સમયથી સૌરભ શુક્લાની તલાશ કરી રહી હતી. તેના ઉપર 25 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જાણકારી પ્રમાણે, એટીએસએ શંકાસ્પદ આતંકવાદી પાસેથી પેનકાર્ડ, બે એટીએમ કાર્ડ, નંબર વગરની પલ્સર બાઈક, વોટર આઈડી કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ સહીત બે આધાર કાર્ડ જપ્ત કર્યા છે.

સૂત્રો પ્રમાણે, સૌરભ ઉર્ફે શિબ્બુ લોકોને ઝાંસો આપીને વિભિન્ન બેંકોમાં તેમના ખાતા ખોલવાતો હતો. તેના પછી તેમના ખાતાના અધિકાર અને એટીએમ કાર્ડ લઈને તેમા જમા રકમનો ઉપયોગ પાકિસ્તાની આકાના કહેવા પર ગુનાહિત પ્રવૃત્તિઓમાં કરતો હતો. તેના પર ભારતમાંથી નાણાં એકઠા કરીને પાકિસ્તાન મોકલવાનો આરોપ પણ છે.

ગત વર્ષ એટીએસ અને એસટીએફે યુપી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અલગ-અલગ સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરીને આતંકી ફંડિંગના મામલે 11 શકમંદોની ધરપકડ કરી હતી. મહત્વપૂર્ણ છે કે એરેસ્ટ કરવામાં આવેલો 24 વર્ષીય સૌરભ શુક્લ બધવાર ખાતેની સરકારી કન્યા ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયના પ્રિન્સિપાલ રવિશંકર શુક્લાનો પુત્ર છે. તેનું પ્રાથમિક શિક્ષણ ગામમાંજ થયું અને વધુ અભ્યાસ માટે તે રીવા રહેવા માટે ગયો હતો.