Site icon hindi.revoi.in

ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતનો મામલો: કાકીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા પીડિતાના કાકાને 18 કલાકની પેરોલ

Social Share

ઉન્નાવ રેપ કેસમાં પીડિતાના કાકાને 18 કલાકની પેરોલ મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે પરિવારજનોની અરજી પર પત્નીના અંતિમ સંસ્કાર કરવા માટે કાકાને 18 કલાકની પેરોલ આપી છે. પેરોલની મર્યાદા બુધવારે સવારથી શરૂ થઈ રાત્રે 12 વાગ્યા સુધીની હશે. મહત્વપૂર્ણ છે કે 28 જુલાઈએ રાયબરેલીમાં થયેલા એક્સિડન્ટમાં પીડિતાની કાકી અને માસીનું મોત નીપજ્યું હતું. તેના પછી પીડિતાના પરિવારજનોની માગણી હતી કે સગાંની અંતિમ વિધિમાં સામેલ થવા માટે પીડિતાના કાકાને જામીન આપવામાં આવે.

આ માગણીને લઈને પીડિતાના પરિવારજનોએ મંગળવારે સવારે કેજીએમયૂની સામે ધરણા પણ કર્યા હતા. પરોલ દરમિયાન પીડિતના કાકા પોલીસ સુરક્ષામાં રહેશે. રિપોર્ટ પ્રમાણે, તકનીકી ભાષામાં આને પરોલ કહેવામાં આવશે નહીં. આ એક પ્રકારના નાના સમયગાળાની બેલ છે, જે તેમને પત્નીની અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે આપવામાં આવી છે.

તો બીજી તરફ યોગી આદિત્યનાથની સરકારે રાયબરેલી સડક દુર્ઘટનાની સીબીઆઈ તપાસની ભલામણ કરી દીધી છે. આ દુર્ઘટનામાં પીડિતા અને તેના વકીલ ગંભીરપણે ઈજાગ્રસ્ત છે અને પીડિતાના બે સગાના મોત નીપજ્યા છે. દુર્ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે કે પીડિતાની કારની ટક્કર જે ટ્રકથી થઈ હતી, તે ટ્રક સમાજવાદી પાર્ટીના નહીં, પણ શિવપાલ યાદવની સમાજવાદી પ્રગતિશીલ પાર્ટીના એક નેતાની છે.

મુખ્ય સચિવ (ગૃહ) અરવિંદ કુમારે કહ્યુ છે કે કેન્દ્રીય તપાસ એજન્સી પાસેથી તપાસ કરાવવાનું ઔપચારીક નિવેદન સોમવારે રાત્રે કેન્દ્રને મોકલવામાં આવ્યું છે. તેમણે કહ્યુ છે કે સરકારે ગુના ક્રમાંક – 305/2019 યૂ/એસ 302/307/506/120બી આઈપીસી ગુરુબક્સગંજ જિલ્લા રાયબરેલીની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. આના સંદર્ભે કેન્દ્ર સરકારને ઔપચારીક નિવેદન મોકલવામાં આવ્યું છે.

યુપીના નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્માએ મંગળવારે લકનૌની કેજીએમયૂ હોસ્પિટલમાં પીડિતાની મુલાકાત કરી છે અને તેને દરેક પ્રકારની મદદનો ભરોસો પણ આપ્યો છે.

Exit mobile version