Site icon Revoi.in

ઉન્નાવ રેપ પીડિતાના એક્સિડેન્ટનો મામલો: સુપ્રીમ કોર્ટે યુપીની બહાર ટ્રાન્સફર કર્યા સંબંધિત કેસો, સીબીઆઈ પાસે માંગ્યો રિપોર્ટ

Social Share

ઉન્નાવ રેપ મામલામાં આજે મોટો દિવસ છે. સુપ્રીમ કોર્ટે આજે આ મામલામાં સુનાવણી કરી છે. સુપ્રીમ કર્ટે આ મામલા સાથે જોડાયેલા તમામ કેસ ઉત્તરપ્રદેશની બહાર ટ્રાન્સફર કરી દીધા છે. તમામ આ મામલામાં ફરી એકવાર ગુરુવારે જ અદાલતમાં સુનાવણી થશે.

સોલિસિટર જનરલે કોર્ટને જાણકારી આપી છે કે મામલાની તપાસ કરી રહેલા અધિકારી લખનૌમાં છે. માટે તેમનું અદાલતમાં રજૂ થવું મુશ્કેલ છે. તેવામાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યુ છે કે સીબીઆઈ અમને ફોન પર આ જાણકારી આપી શકે છે. તેમ છતાં સીબીઆઈના એક અધિકારીને રજૂ થવા માટે કહો.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નક્કી છે કે હવે ઉન્નાવ રેપ કેસ, એક્સિડેન્ટનો મામલો હવે ઉત્તરપ્રદેસની બહાર ટ્રાન્સફર કરવામાં આવશે. માનવામાં આવે છે કે આ મામલાની સુનાવણી હવે દિલ્હીમાં થવાની શક્યતા છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સોલિસિટર જનરલને કહ્યુ કે તેઓ આ મામલાને લઈને સીબીઆઈ ડાયરેક્ટરની સાથે વાત કરે. સીબીઆઈ અને યુપીની સરકાર ઉન્નાવ મામલાનો સ્ટેટ્સ રિપોર્ટ માંગ્યો છે.

એટલું જ નહીં, અદાલત કહે છે કે જે અધિકારી આ મામલા સાથે જોડાયેલા છે, તેમને 11 વાગ્યે અદાલતમાં રજૂ થવું પડશે. તેમને મામલાથી જોડાયેલી તમામ જાણકારી આપવી પડશે. હવે આ મામલે બપોરે 12 વાગ્યે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ કેસને હવે યુપીથી બહાર ટ્રાન્સફર કરવામાં આવશે. તેની સાથે જ સીબીઆઈના અધિકારીને 12 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં આવવું પડશે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ઉન્નાવ રેપ પીડિતાના એક્સિડન્ટ પર પીડિતાનો મેડિકલ રિપોર્ટ માંગ્યો હતો. તેની સાથે એ ચિઠ્ઠીનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જે પીડિતાની માતા દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને લખવામાં આવી હતી.

ઉન્નાવ રેપ પીડિતાની સાથે થયેલી એક્સિડેન્ટની ઘટના પર દરેકને આશંકા હતી. તે કારણ રહ્યું છે કે તેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી. સીબીઆઈએ પોતાનું કામ શરૂ કરી દીધું છે. નિરીક્ષણ કરવા માટે પહોંચેલી ટીમે કહ્યુ કે ટ્રક રોન્ગ સાઈડથી આવી રહી હતી. તેની સ્પીડ ઘણી વધારે હતી. પીડિતાની ગાડીએ ટ્રકની ટક્કરથી બચાવવાની પુરી કોશિશ કરી, પરંતુ તે નિષ્ફળ રહી હતી.

ઉન્નાવ રેપ પીડિતાની હાલત ગંભીર છે. લખનૌની હોસ્પિટલમાં ભરતી પીડિતાના સ્વાસ્થ્ય પર ડોક્ટર સતત નજર રાખી રહ્યા છે અને ઈલાજની દરેક શક્ય કોશિશ કરાઈ રહી છે. 28 જુલાઈએ એક ટ્રકે રાયબરેલીના માર્ગ પર પીડિતાની કારને ટક્કર મારી હતી. તેમા પીડિતા ગંભીરપણે ઈજાગ્રસ્ત થઈ હતી અને પીડિતાની કાકી-માસીના મોત નીપજ્યા હતા. જ્યારે પીડિતાના વકીલને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સુપ્રીમ કોર્ટે બુદવારે આ મામલાને સાંભળ્યો હતો. તેમા તેમણે કહ્યુ હતુ કે પીડિતા દ્વારા લખવામાં આવેલો પત્ર તેમના સુધી પહોંચ્યો નથી. અદાલતે ઉન્નાવ રેપ પીડિતાનો મેડિકલ રિપોર્ટ પણ તલબ કર્યો હતો. ચીફ જસ્ટિસે બુદારે આ વાત પર પણ કડકાઈ દર્શાવી હતી કે તેમને પીડિતાની માતાની ચિઠ્ઠી સંદર્ભે અખબારો દ્વારા ખબર પડી હતી. જ્યારે ચિઠ્ઠી તેમના સુધી પહોંચી નથી.