Site icon hindi.revoi.in

ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર, તાપીના ડોલવણમાં 11 ઈંચ વરસાદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. તાપીના ડોલવણમાં સૌથી વધારે 11 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અમદાવાદમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો. હવામાન વિભાગે 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ તંત્ર પણ એલર્ટ બન્યું છે. ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ છે. લગભગ 94 જેટલા ડેમ 90 ટકાથી વધારે ભરાયાં છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 51 ડેમો છલકાયાં છે.

રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહીને કારણે તંત્ર પણ એલર્ટ થયુ છે. તેમજ નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત ભારે વરસાદના પગલે પાણી ભરાતા હોય તેવો કોઝ-વે બંધ કરવા સૂચના પણ આપવામાં આવી છે.

રાજ્યમાં 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તાપીના દોલવણમાં 11 ઇંચ, સુરતમાં માંડવીમાં 10 ઇંચ, વ્યારામાં 7.5 ઇંચ, તાલાલામાં 7 ઇંચ, વાલોડમાં 7 ઇંચ, વાંસદા અને સુરતના મહુવામાં 6 ઇંચ, વરસાદ વરસ્યો હતો. ગાંધીનગરના દહેગામમાં 5 ઈંચ, બારડોલીમાં 5 ઈંચ, વઘઈમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Exit mobile version