Site icon hindi.revoi.in

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 14મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન છોટા ઉદેપુરમાં 5.7 ઈંચ અને અમદાવાદામાં 2.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે નવસારી, ડાંગ, આહવા, અમરેલી, ભાવનગર સહિત રાજ્યભરમાં તા. 14મી ઓગસ્ટ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે.

બનાસકાંઠામાં 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દિયોદર, દાંતા અને અમીરગઢમાં બે ઈંચ, ડીસા, દાંતીવાડા અને કાંકરેજમાં પોણા બે ઈંચ, પાલનપુરમાં અઢી ઈંચ, વડગામમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આવી જ રીતે વડોદરામાં 3 ઇંચ અને પાદરામાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણાના ઉંઝામાં 68 એમએમ, ખેરાલુમાં 40, વિસનગરમાં 29, વડનગરમાં 50 અને મહેસાણામાં 51 એમએમ વરસાદ વરસ્યો હતો.

પંચમહાલ જિલ્લામાં પણ રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જાંબુઘોડા પંથકમાં 3.45 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે હાલોલમાં સાડા ત્રણ ઇંચ વરસાદ, ગોધરામાં પોણા બે ઈંચ વરસાદ, શહેરામાં એક ઇંચ વરસાદ, કાલોલમાં 14 મીમી, મોરવા હડફમાં સવા બે ઈંચ વરસાદ,3 ઘોઘંબામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.

સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લામાં હાલ છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. રાત્રી દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુરમાં 5.7 ઈંચ, સંખેડામાં 4.2 ઈંચ, પાવિજેતપુરમાં 3.4 ઈંચ, બોડેલીમાં 3.3 ઈંચ, કવાંટમાં 2.8 ઈંચ, નસવાડીમાં 0.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Exit mobile version