Site icon hindi.revoi.in

 કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા સેનિટાઈઝરના વેચાણ નિયમોમાં કરાયો બદલાવ -નહી સર્જાય સેનિટાઈઝરની અછત

Social Share

સમગ્ર દેશમાં કોરોના મહામારીનું જોખમ યથાવત છે તો તેની સામે લોકોને સુરક્ષિત રહેવા માટે સેનિટાઈઝર જેવી વસ્તુઓની માંગમાં પણ વધારો થયો છે,હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ તમામ લોકો કરી રહ્યા છે,ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્રારા સેનેટાઈઝરના વેંચાણના નિયમોમાં જેમ કે જરુરી લાઈસન્સના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

આ નવા નિયમ હેઠળ દેશનો કોઈ પણ નાગરિક હવે કોઈપણ પરેશાની વગર સેનિટાઈઝરનું વેંચાણ કરી શકશે અને આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા એક જરુરી સૂચના પણ જાહેર કરવામાં આવી છે. કોરોના મહામારી પર ધ્યાન કેન્દ્રીત કરીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સેનિટાઈઝરના વેચાણ અને તેના સંગ્રહ માટે લાઈસન્સની અનિવાર્યતાને ખતમ કરી નાખી છે જેના કારણે આ ઉપયોગી એવું સેનિટાઈઝર અનેક લોકોને મોટા પ્રમાણમાં મળી રહેશે,આ માટે એક સત્તાવાર સૂચના પ્રમાણે મંત્રાલયે ઔષધિ અને સૌંદર્ય પ્રસાધન નિયમોની જોગવાઈ અંતર્ગત આ નિયમમાં છૂટછાટ આપવામાં આવી છે જેથી હેવ સરળતાથી સેનિટાઈઝર ઉપલબ્ધ થઈ શકશે અને ગ્રાહકોને મુશ્કેલી વેઠવાનો વારો પણ નહી આવે.

આ સાથે જ વેચાણકર્તાઓ દ્રારા સેનેટાઈઝરના ઉત્પાદનોનું વેચાણ અને સંગ્રહ તેમના ઉપયોગની તારીખ પુરી થયા બાદ અટલે કે ડેટ એક્સપાયર ન થાય તે સુનિશ્ચિત કરે તેવી સ્પષ્ટતા પણ સરકાર દ્રારા કરવામાં આવી છે. આ બાબતે વિતેલા સોમવારના રોજ સુચના આપવામાં આવી હતી,

ઉલ્લેખનીય છે કે સ્વાસ્થય મંત્રાલયને આ કોરોનામાં ખુબ જ જરુરી એવા સેનિટાઈઝરના વેચાણ માટે લાઈસન્સ મેળવવામાં છૂટ મળે તેવી માંગણી કરવામાં આવી હતી,ત્યારે હાલ દેશમાં કોરોનાની જે મહામારી ચાલી રહી છે જેના કારણે સરકાર દ્રારા સેનિટાઈઝરના વેચાણ માટે અને તેના સંગ્રહ કરવા માટેલાઈસન્સ ફરજિયાત કર્યુ હતું,કારણ કે સેનિટાઈઝરની વધતી માંગથી વેચાણકર્તાઓ બમણા ભાવ વસુલતા હતા સાથે- સાથે સંગ્રહખોરી કરતા હતા જેને લઈને આ તાત્કાલિક ઘોરણે લાઈસન્સ ફરજિયાત કરાયું હતું ,ત્યારે હવે સરકાર આ નિયમોમાં બદલાવ કરવા જઈ રહી છે.

સાહીન-

Exit mobile version