- H-1B વિઝાના ટ્રમ્પના આદેશનુકશાન કારક
- યુએસની કંપનીઓને અરબો ડોલરનું વેઠવુ પડશે નુકશાન
અમેપરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એચ -1 બી અને એલ 1 વિઝા ધારકો સહિત કુશળ વિદેશી કામદારોના પ્રવેશને અટકાવનારા આદેશથી અમેરીકાની કંપનીઓને લગભગ 100 અબજ ડોલરનું નુકસાન થયું છે. એક ટોચના અમેરિકન થિંક ટેન્કે આ અંગે આ દાવો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે, 22 જૂનના રોજ એક કાર્યકતારી આદેશ દ્વારા, 31 ડિસેમ્બર 2020 સુધીમાં નવા એચ -1 બી અને એલ -1 વિઝાઆપવા પર રોક લગાવી હતી. બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ અઠવાડિયે બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ આદેશના કારણે ફોર્ચ્યુન 500 કંપનીઓના વેલ્યુએશન પર નકારાત્મક અસર પડેલી જોઈ શકાય છે અને તેઓને 100 અબજ ડોલરથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
જાણો એચ – 1B વિઝા શું છે
એચ -1 બી એ બિન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે હેઠળ એમારીકી કંપનીઓને વિશિષ્ટ તકનીકી કુશળતા ધરાવતા હોદ્દા પર વિદેશી વ્યાવસાયિકોની નિમણૂક કરવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. આ વિઝા દ્વારા ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીઓની નિમણૂક કરીને તેઓને અમેરીકા કાર્ય માટે બોલાવે છે.
બ્રુકિંગ્સે તેમના રિપોર્ટમાં અનુમાન લગાવ્યું કે, આ આદેશમાં લગભગ 2 લાખ વિદેશી કામદારો અને તેમના આશ્રિતોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આ રીતે ઇમિગ્રેશનને કાબૂમાં લેવાના પગલાઓ કાયમી ધોરણે યુએસ કંપનીઓને નકારાત્મક અસર કરે તે વાત ચોક્કસ છે.
સાહીન-