Site icon Revoi.in

કાશ્મીર: પુલવામા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર, જવાન શહીદ, એક સિવિલયનનું મોત

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જ્યારે આ કાર્યવાહી દરમિયાન એક જવાન પણ શહીદ થયો છે. અથડામણ દરમિયાન એક સ્થાનિક સિવિલિયનનુંપણ મોત નીપજ્યું છે. જ્યારે બે અન્ય જવાનો ઈજાગ્રસ્ત થયા છે અને એક અન્ય સિવિલયન પણ ઘાયલ થયો છે.

એન્કાઉન્ટર સ્થાન પર પરથી એક આતંકવાદીની લાશ જપ્ત કરવામાં આવી છે. તેની સાથે મોટા પ્રમાણમાં હથિયારો અને અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઓપરેશન સમાપ્ત થઈ ચુક્યું છે. મહત્વપૂર્ણ છે કે ગુરુવારે સવારે પુલવામાના ડાલીપુરા વિસ્તારમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. સુરક્ષાદળોએ એક મકાનમાં છૂપાયેલા ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે.

અથડામણમાં એક જવાન શહીદ થયો છે. શહીદ થયેલા જવાનની ઓળખ સંદીપ કુમાર તરીકે કરવામાં આવી છે. જ્યારે એક સ્થનિકનું પણ મોત નીપજ્યું છે. એન્કાઉન્ટરમાં બે જવાનો અને એક સ્થાનિક સહીત કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઈન્ટેલિજન્સ સૂત્રોની પાસેથી મળી જાણકારી પ્રમાણે, ડાલીપુરા વિસ્તારમાં એક મકાનમાં આતંકવાદીઓ છૂપાયેલા હોવાના ઈનપુટ્સ મળ્યા હતા. તેના પછી સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરી હતી. આતંકવાદીઓએ ઘેરાયેલા જોઈને જવાનો પર ફાયરિંગ શરૂ કર્યું હતું.

સુરક્ષાદળોએ પણ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. સેનાએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી છે. આખા વિસ્તારમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. કાશ્મીરના ઘણાં વિસ્તારોમાં  4જી સેવાઓ પણ બંધ કરવામાં આવી છે.

આનાપહેલા સોમવારે જમ્મુ સંભાગના પીરપંજાલ વિસ્તારમાં ફરીથી આતંકવાદને પુનર્જીવિત કરવાની આથંકી સંગઠનોની કોશિશને સોમવારે સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવી હતી. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકોને રામબન જિલ્લાના ગુલ વિસ્તારમાંથી એરેસ્ટ કરવામાં આવ્યા છે. તેમની પાસેથી હથિયાર અને નાણાં પણ જપ્ત થયા છે. બંને દક્ષિણ કાશ્મીરના વતની હોવાનું જણાવવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓ તેમની પૂછપરછ કરી રહી છે.

સુરક્ષાદળોને માહિતી મળી હતી કે ગુલ વિસ્તારના હરાહમાં કેટલાક આતંકવાદીઓ હાજર છે. આ માહિતીના આધારે 58 રાષ્ટ્રીય રાઈફલ્સ, 9 પેરા અને પોલીસે આખા વિસ્તારની ઘેરાબંધી કરી છે. તેના પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તેમા બંને શકમંદોની ધરપકડની સફળતા મળી હતી.

તેમની ઓળખ પુલવામા જિલ્લાના અવંતીપોરામાં ચારસૂના શૌકત અહમદ શેખ અને કુલગામ જિલ્લાના માલીપોરાના તાવિલ મોહિઉદ્દીન ડાર તરીકે થઈ હતી. બંને પાસે એક એકે-47 રાઈફલ, એક એકે-47 મેગઝીન, એકે-47ની 39 ગોળીઓ અને 8771 રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.

પ્રારંભિક તપાસમાં એ જાણકારી મળી કે બંને પ્રતિબંધિત સંગઠન લશ્કરે તૈયબા સાથે જોડાયેલા છે. તેઓ લશ્કરના સક્રિય આતંકવાદી નવીદ ઉર્ફે અબુ તાલ્લાના નિર્દેશ પર કામ કરી રહ્યા હતા. સેનાના જણાવ્યા પ્રમાણે, સમય પર તેની ધરપકડથી આતંકી સંગઠનને આંચકો લાગ્યો છે. મહત્વપૂર્ણ છે કે શરૂઆતમાં એ માહિતી આવી હતી કે બંને આતંકવાદીઓ દોઢ કરોડ રૂપિયા સાથે એરેસ્ટ થયા છે.