Site icon hindi.revoi.in

પશ્ચિમ બંગાળમાં રહો છો, તો બાંગ્લા બોલવી પડશે: મમતા બેનર્જી

Social Share

કોલકત્તા: તબીબોની હડતાળને કારણે ઘેરાયેલા પ. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ શુક્રવારે વિપક્ષી દલો પર હુમલો કરવા માટે બાંગ્લા કાર્ડ ખેલ્યું છે. બહારી લોકોના બહાને ભાજપ પર નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યું છે કે જો તમે પ.બંગાળમાં છો, તો તમારે બાંગ્લા બોલવી પડશે. તેમણે કહ્યુ છે કે હું એવા ગુનેગારોને સહન નહીં કરું, જે બંગાળમાં રહે છે અને બાઈક પર ફરે છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે તેઓ પશ્ચિમ બંગાળને ગુજરાત બનવા દેશે નહીં.

ઉત્તર 24 પરગણા જિલ્લામાં ટીએમસીની રેલીને સંબોધિત કરતા તેમણે ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું છે કે અમે બાંગ્લાને આગળ લાવવા માંગીએ છીએ. જ્યારે હું બિહાર, યુપી, પંજાબ જવું છું, તો ત્યાંની ભાષા બોલું છું. જો તમે પશ્ચિમ બંગાળમાં રહો છો, તો તમારે બાંગ્લા બોલવી પડશે. હું એવા અપરાધીઓને સહન કરીશ નહીં, જે બંગાળમાં રહે છે અને બાઈકો પર આમતેમ ફરે છે.

ભાજપ પર સીધો હુમલો કરતા મમતા બેનર્જીએ કહ્યું છે કે તેઓ પશ્ચિમ બંગાળને ગુજરાત બનવા દેશે નહીં. મહત્વપૂર્ણ છે કે મમતા બેનર્જી તબીબોની હડતાળને લઈને વિપક્ષી દળો ભાજપ અને સીપીએમને નિશાને લઈ રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે વિપક્ષી દળ ડોક્ટરોને ભડકાવી રહ્યા છે અને મામલાને કોમવાદી રંગ આપી રહ્યા છે.

ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયે ટ્વિટ કરીને નિશાન સાધ્યું છે કે મમતા બેનર્જી, તમે રાજ્યના આરોગ્ય પ્રધાન પણ છો. તમારા અહંકારને કારણે ગત ચાર દિવસમાં કેટલા લોકોએ મોતનો દરવાજો ખખડાવ્યો છે. કંઈક તો શરમ કરો.

મહત્વપૂર્ણ છે કે ડોક્ટરોની હડતાલને કારણે પશ્ચિમ બંગાળમાં ચોથા દિવસે પણ તબીબી સેવાઓ બંધ છે.

Exit mobile version