Site icon hindi.revoi.in

ભૂકંપથી ધ્રુુજી ભારતની ધરા, પાંચ મહિનામાં 413 વખત આવ્યા આંચકા

Social Share

દિલ્હીઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને જામનગરમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. દરમિયાન પાંચ મહિનાના સમયગાળામાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભૂકંપના 413 જેટલા આંચકા આવ્યાં છે. જે પૈકી 11 ભૂકંપના આંચકાની તિવ્રતા 5 રિકટર સ્કેલથી વધારે નોંધાઈ હતી. જ્યારે મોટાભાગના ભૂકંપના આંચકા હળવા હોવાનું જાણવા મળે છે.

નેશનલ સીસ્મોલોજીકલ નેટવર્કના જણાવ્યા અનુસાર 1લી માર્ચથી 8મી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ભૂકંપના કુલ 413 આંચકા અનુભવાયાં છે. જે પૈકી 11 ભૂકંપની તીવ્રતા 5થી 5.7 રીકટર સ્કેલની હતી. આમ છેલ્લા પાંચેક મહિનાથી ભૂંકપના આંચકા દેશના વિવિધ રાજ્યોમાં આવતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

ગુજરાતના કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર હળવા આંચકા આવે છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક મહિનાઓથી કચ્છ ઉપરાંત જામનગરમાં ભૂકંપના હળવા આંચકા લોકો અનુભવે છે. કચ્છમાં હજુ એક ફોલ્ટ લાઈન છે. જો આ ફોલ્ટ લાઈનના કારણે ભૂકંપ આવેતો અમદાવાદ સહિત રાજ્યભરના વિવિધ શહેર અને નગરોમાં લોકો ભૂકંપના આંચકાનો અનુભવે તેવી શકયતાઓ પણ જોવાઈ રહી છે.

Exit mobile version