Site icon Revoi.in

આજથી ભારત બાયોટેકની કો-વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરુ – 4 હજાર લોકોને અપાશે ડોઝ

Social Share

દિલ્હીઃ- કોરોના વાયરસએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે વેક્સિનને લઈને પણ અનેક રાહતના સમાચારો મળઈ રહ્યા છે, જે હેઠળ ભારત બાયોટેક કંપનીની સ્વદેશી વેક્સિન કોવેક્સિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, આજથી દિલ્હીની એઈમ્સ અને જીટીબી સહીત અનેક હોસ્પિટલોમાં અંદાજે  4 હજાર લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.

એઈમ્સના એક જાણીતા ડોક્ટરે જણાવ્યું હતું કે, હાલ ત્રીજા તબક્કા માટે વેક્સિનનો ડોઝ આપવાનું  કાર્ય શરુ થઈ ચૂક્યું છે, આ તબક્કામાં તંદુરસ્ત લોકો તેમજ ડાયાબિટીઝ, હાયપરટેન્શન, હૃદય, કિડની અને લીવરના રોગોથી પીડાતા દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ છેલ્લો તબક્કો હોવાને કારણે, વેક્સિન બજારમાં ઉપલબ્ધ થયા પછી કોઈ પણ આડઅસર ન થાય તે હેતુસર વધુ પ્રમાણમાં ને જુદા જુદા રોગોના દર્દીઓ પર પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.

જીટીબી હોસ્પિટલના એક સિનિયર ડોક્ટરએ આ અંગે જણાવ્યું કે, વેક્સિનનો ડોઝ બે-ત્રણ દિવસમાં શરૂ કરવ માટે નોંધણી પણ કરવામાં આવી રહી છે. હમણા સુધી, પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણો દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા હતા, પરંતુ ત્રીજા પરીક્ષણ માટે તેમની હોસ્પિટલમાંપણ આ ખાસ  જવાબદારી પણ સોંપવામાં આવી છે.

જીટીબીમાં અત્યાર સુધીમાં સેંકડો સંક્રમિતોને તંદુરસ્ત જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ અહીં કોરોના દર્દીઓનું મૃત્યુ દર પણ ઊચો છે. દિલ્હી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વચ્ચે થોડા સમય પહેલા યોજાયેલી બેઠકમાં, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડાયરેક્ટર ડો.સુજિતકુમાર સિંહે કહ્યું હતું કે સફદરજંગ, આરએમએલ અને જીટીબી હોસ્પિટલોમાં દાખલ થયાના 72 કલાકમાં સૌથી વધુ મૃત્યુ થયા છે

સાહીન-