- રેલ્વે શરુ કરશે 100 ટ્રેનની સેવા
- કોરોના હળવો થતા લેવાયો નિર્ણય
દિલ્હીઃ- દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થઈ ચૂક્યો છે, છેલ્લા કેટલાક દિવસોની સ્થિતિ સામાન્ય જોવા મળતા અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યારે આજ શ્રેણીમાં હવે ભારતીય રેલવે એકવાર ફરીથી નવી ટ્રેનો શરૂ કરવા અંગેની વિચારણા કરી રહ્યું છે.
આ સમગ્ર મામલે વિતેલા દિવસને મંગળવારના રોજ રેલવે બોર્ડના ચેયરમન અને સીઇઓ સુનિલ શર્મા દ્રારા એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું કે,આવનારા કેટલાક દિવસોમાં 100 ટ્રેન શરૂ કરવામાં આવેશે. કોરોના સંક્રમણ દરમિયાન પણ દેશના 889 ટ્રેનનું સંચાલન થી રહ્યું હતું ત્યારે હવે આવનારા 5 દિવસોમાં બીજી 100 ટ્રેનને શરુ કરવા જઈ રહ્યા છીએ.
આ સમગ્ર બાબતને લઈને તેમણે કહ્યું હતું કે, યાત્રિઓની જરૂરીયાતો પ્રમાણે અને રાજ્યોની મંજૂરી પછી ટ્રેનોની સેવાઓ વધારવામાં આવશે . મે અને જૂનમાં અમે ઘણી બધી ટ્રેનો શરૂ કરી છે. જેમાં સેન્ટ્રલ રેલવેમાં 197 ટ્રેન, વેસ્ટર્ન રેલવેમાં 154, નોર્થન રેલ્વેમાં 38 ટ્રેનોનો સમાવેશ થાય છે. 26 ક્લોન ટ્રેનનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે.
કોરોનાની બીજી લહર પહેલા અમે સતત ટ્રેનની સેવાઓ વધારી રહ્યા છે, . માર્ચ એપ્રિલના સમયગાળા દરમિયાન 1,500 ટ્રેનોનું સેચાૈલન થતું હતું. પરંતુ કોરોના વધતા સંક્રમણ અને રાજ્યોની પાબંધિઓ વચ્ચે ટ્રેનોના સંચાલન કરવાની સંખ્યા ઓછી કરવી પડી હતી, હાલમાં ઉત્તર પ્રદેશ અને બિહાર માટે સૌથી વધુ ટ્રેનનું સંચાલન થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરાનાકાળમાં પણ રેલ્વે વિભઆગ દ્રારા સારી એવી સેવાઓ આપવામાં આવી હતી ત્યારે આવનારા 5 દિવસની અંદર અન્ય 100 ટ્રેનોનો ફરીથી આરંભ કરવાનો રેલ્વે વિભાગનો વિચાકર છે, જેથી હવે યાત્રીઓને રાહત મળી શકે છે.