Site icon hindi.revoi.in

રેલ્વે વિભાગ તેના કર્મચારીઓ માટે લઈ શકે છે ખાસ  નિર્ણય- 13 લાખ કર્મીઓને મળશે તેનો લાભ

Social Share

હવે રેલ્વે વિભાગ આવનારા સમયમાં એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહ્યો છે, આ નિર્ણય મુજબ હવેથી રેલ્વે કર્મચારીઓને સરકાર તરફથી હેલ્થ ઈન્શ્યોરન્સની સુવિધા આપવામાં આવશે, ભારતીય રેલ્વે આ સંદર્ભે તેમના કર્મચારીઓને એક ખાસ સ્વાસ્થ્ય વિમા યોજના આપવાની બાબતે વિચાર કરી રહ્યું છે.

રેલ્વેએ આપેલા વિનેદન મુજબ, રેલ્વે એ પહેલાથી જ પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારજનોને રેલ્વે એમ્પ્લોઇઝ લિબરલાઇઝ્ડ હેલ્થ સ્કીમ’ અને ‘સેન્ટ્રલ એમ્પ્લોઇઝ હેલ્થ સર્વિસ’ (સીજીએચએસ) દ્વારા એનેક તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવી જ રહી છે. આ બયાનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય રેલ્વે હવે કર્મચારીઓના સ્વાસ્થ્ય ઉપચારને વધારવાની દિશામાં વિચાર કરી રહ્યું છે.

આવનારા દિવસોમાં લેવામાં આવનારા નિર્ણય મુજબ, રેલ્વે કામદારો માટે ‘કુલ આરોગ્ય વીમા યોજના’ સંબંધિત તમામ પાસાઓની તપાસ માટે એક ખાસ સમિતિની રચના કરવામાં આવી છે. જેનો હેતુ તબીબી, આકસ્મિક પરિસ્થિતિઓ વચ્ચે  નાણાકીય જોખમોથી તેમને વીમા કવચ પૂરો પાડવાનો છે.

રેલ્વે એ આપેલા નિવેદન પ્રમાણે, પોતાના દરેક વિભાગો અને ઉત્પાદન એકમોના મુખ્ય કાર્યકર્તાઓ પાસે આ પ્રસ્તાવ અંગે તેમના સૂચનો અને પ્રતિક્રિયા માંગી છે. જો રેલ્વે આ અંગે આવનારા દિવસોમાં નિર્ણય લેશે તો તેનો લાભ 13 લાખથી વધુ કર્મચારીઓને મળશે.

સાહીન-

Exit mobile version