Site icon hindi.revoi.in

બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરનારા 5 જાંબાઝ પાયલટોને વાયુસેના મેડલથી સમ્માનિત કરાશે

Social Share

પાકિસ્તાનમાં ધુસીને આતંકીઓના કેંપને નષ્ટ કરનારા વાયુસેનાના પાયલટોને સમ્માનીત કરવામાં આવશે,સ્વતંત્રતા દિવસના અવસર પર વિંગ કમાન્ડર અમિત રંજન,સ્ક્વાડ્રન સીડર રાહુલ બસોયા,પંકજ ભૂજડે,બીકેએન રેડ્ડી,શશાંક સિંહને વાયુસેના પદકથી નવાઝવામાં આવશે. આ તમામા અધિકારીઓ 2000 લડાકૂ વિમાનના પાયલટ છે જેઓ પાકિસ્તાનના બાલાકોટ શહેરમાં જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી શિબિર પર હુમલો કર્યો હતો.

જમ્મુ-કાશમીરના પુલવામાં સીઆરપીએફના ટોળા પર થયેલા આતંકી હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ધુસીને એર સ્ટ્રાઈક કરી હતી,ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણોને ટાર્ગેટ કર્યા હતા અને આ ઓપરેશને કોડનેમ આપવામાં આવ્યું હતુ જેનું નામ હતું-ઓપરેશન બંદર

ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40થી વધુ જવાનો શહીદ થયા છે. આ આતંકવાદી હુમલો થયા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ ખાતે હવાઈ હુમલો કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય વાયુસેનાના આ અટેકમાં 250 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા,ત્યારે આ હુમલાની ઘટનાઓને લઈને  ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો

ભારતીય વાયુસેનાની આ કાર્યવાહી બાદ પાકિસ્તાને તેનું હવાઈ મથક બંધ કરી દીધું હતું. પાકિસ્તાનના આ નિર્ણયથી નવી દિલ્હીથી ઉડતી ફ્લાઇટ્સના વધારાના ઇંધણ વપરાશ અને સ્ટાફ ખર્ચમાં વધારો થયો છે. જેને કારણે કંપનીઓને દરરોજ છ કરોડનું નુકસાન થતું હતું.

ત્યારે ભારતીય વાયુસેનાએ કરેલા  હુમલા પછી પાકિસ્તાને પોતાના એરસ્પેસ સેવાઓ બંધ કરી નાખી હતી, પાકિસ્તાનના  નિર્ણયથી દિલ્હીથી રવાના થતી વિમાન સેવાના ઈંધણ વપરાશ અને સ્ટાફના ખર્ચામાં મોટો પ્રમાણમાં વધારો થયો હતો જેને લઈને કંપનીને દરરોજ કરોડ જેટલું નુકશાન ભાગવવાનો વારો આવ્યો હતો.

Exit mobile version