Site icon hindi.revoi.in

31 વર્ષ પહેલાં પાલમપુરમાં રામ મંદિર નિર્માણનો પ્રસ્તાવ પારિત થયો હતો

Social Share

અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન પીએમ મોદીના હસ્તે સંપન્ન થઇ ચૂક્યું છે. આજનો આ દિવસ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પાલમપુર માટે પણ ઐતિહાસિક રહેશે. પાલમપુરમાં આ દિવસનું ઐતિહાસિક મહત્વ એ છે કે 31 વર્ષ પહેલા રામ મંદિર નિર્માણનો પ્રસ્તાવ પાલમપુરમાં જ પારિત થયો હતો.

પાલમપુરમાં 11 જૂન, 1989ના રોજ અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને શાંતા કુમાર એ રામ મંદિર નિર્માણનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો.

૩૧ વર્ષ પહેલા પાલમપુરમાં રાષ્ટ્રીય ભાજપ કાર્યસમિતિની ત્રણ દિવસની બેઠક થઇ હતી. આ ત્રણ દિવસીય બેઠકમાં રામ મંદિર નિર્માણને લઈને પાર્ટીએ મંથન કર્યું હતું અને અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થશે તેવું નક્કી થયું હતું.

શાંતા કુમાર એ સમયે પ્રદેશ ભાજપના અધ્યક્ષ હતા. બેઠકના ત્રીજા દિવસે જ્યારે અડવાણીએ દરેકની સહમતિથી રામ મંદિર નિર્માણનો પ્રસ્તાવ રાખ્યો હતો તો અટલ બિહારી વાજપેયીએ પોતાના અંદાજમાં હાસ્ય સાથે તેમની સમક્ષ સહમતિ દર્શાવી હતી.

આ બેઠકના મુખ્ય આયોજક પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમાર રહ્યા હતા. તે સમયે તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ હતા. તેઓએ પાલમપુરમાં ભાજપ કાર્યસમિતિ બેઠક માટે વરિષ્ઠ નેતાઓને આમંત્રિત કર્યા હતા.

આ વિશે વાત કરતાં પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમારે કહ્યું હતું કે પાલમપુરમાં જૂન 1989 માં રામ મંદિર બનાવવા માટે લેવાયેલો સંકલ્પ આજે પીએમ મોદી પૂર્ણ કરી રહ્યા છે તેનાથી તેઓ ગર્વ મહેસૂસ કરી રહ્યા છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે બેઠકમાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, વિજયા રાજે સિંધિયા, મુરલી મનોહર જોશી સહીત પાર્ટીના નેતૃત્વમાં પાલમપુરમાં હતું.

સાહીન-

Exit mobile version