Site icon hindi.revoi.in

પાકિસ્તાન આર્મીની નાપાક હરકત, એક વર્ષમાં 3200 વખત કર્યો યુદ્ધવિરામનો ભંગ

Social Share

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદના મુદ્દે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધ તંગ છે. દરમિયાન પાકિસ્તાન લશ્કરની વધુ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાન લશ્કરે એક વર્ષના સમયગાળામાં 3200 વખત યુદ્ધવિરામનો ભંગ કરીને તોપગોળા વરસાવ્યાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં સરહદી વિસ્તારોમાં રસ્તાના નિર્માણકાર્યમાં અડચણ ઉભી કરવાના પ્રયાસ કરી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન પોતાના દેશમાં ધમધમતા આતંકવાદી કેમ્પમાં તૈયાર થયેલા આતંકવાદીઓને ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ માટે પ્રોત્સાહન આપે છે. એટલું જ નહીં ભારત દ્વારા આ મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પણ મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાન આર્મી આતંકવાદીઓ ભારતમાં ઘુસણખોરી કરી શકે તે માટે મદદ કરતું હોવાનું પણ સામે આવ્યું છે.

આતંકવાદીઓ ભારતમાં ઘુસણખોરી કરી શકે તે માટે પાકિસ્તાન દ્વારા અનેકવાર યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર અને તોપગોળા વરસાદમાં પણ આવ્યાં છે. ભારત દ્વારા સરહદ ઉપર રસ્તાઓના નિર્માણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં પણ પાકિસ્તાન આર્મી અડચણ ઉભી કરવાના પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન આર્મી દ્વારા ભારતના રોડ નિર્માણના કાર્યને અટકાવવા માટે તોપમારો કરવા મજુરોમાં પણ ભય ફેલાયો છે. અગાઉ પાકિસ્તાન આર્મીએ તોપગોળા વરસાવતા જમ્મુ ફ્રન્ટીયર ઉપર સરહદ નજીક એક માર્ગ નિર્માણનું કામ અટકાવવાની પણ ફરજ ફડી હતી.

પાકિસ્તાન આર્મી અવાર-નવાર યુદ્ધ વિરામનો ભંગ કરીને તોપગોળા વરસાવતું હોવાથી સરહદ નજીક આવેલા ગામના લોકો પણ ભયનો ઓથર હેઠળ જીવી રહ્યાં છે. પાકિસ્તાન આર્મીએ એક વર્ષના સમયગાળામાં લગભગ 3200 વખત યુદ્ધ વિરામનો ભંગ કરીને તોપગોળા વરસાવ્યાં હોવાનું જાણવા મળે છે.

Exit mobile version