Site icon hindi.revoi.in

આગ્રામાં નિર્માણધીન મુગલ મ્યુઝિયમ છત્રપતિ શિવાજીના નામે ઓળખાશે

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં નિર્માણધીન મુગલ સંગ્રહાલયનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામ ઉપરથી રાખવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ જણાવ્યું હતું કે, આપણા નાયક મુગલ કેવી રીતે હોઈ શકે છે. આપણા વાસ્તવિક નાયક છત્રપતિ શિવાજી મહારાજ છે. શિવાજી મહારાજનું નામ રાષ્ટ્રવાદ અને આત્મસન્માનની ભાવના સંચાર કરે છે. ઉત્તરપ્રદેશમાં ગુલામીની માનસિકતાના પ્રતિકની કોઈ જગ્યા નથી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આગ્રામાં વિકાસ કાર્યોને લઈને સમક્ષી બેઠક યોજી હતી. દરમિયાન તાજમહેલના પૂર્વ ગેટ પાસે બની રહેલા મ્યુઝિમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, જ્યાંથી ગુલામીની માનસીકતા સામે આવે છે તેને દૂર કરવામાં આવશે. તેમજ મોગલ મ્યુઝિમનનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજના નામ ઉપર રાખવા નિર્દેશ કર્યો હતો.

આ પરિયજનોને વર્ષ 2015માં ઉત્તરપ્રદેશની અખિલેશ યાદવ સરકારે મંજૂરી આપી હતી. બીજી તરફ યોદી આદિત્યનાથના 3 વર્ષના શાસનમાં ઈલ્હાબાદ સહિતના શહેરોના નામ બદલવામાં આવ્યાં છે.

Exit mobile version