ભારતમાં વિદેશી આક્રમણખોરોએ ઘણાં હુમલા કર્યા અને તેનો શિકાર મોટાભાગે હિંદુઓ જ બન્યા છે. સમયની સાથે આ હુમલા વધતા ગયા અને સનાતન ધર્મને ખતમ કરવાની ઘણી કોશિશો કરવામાં આવી, પરંતુ આ ધર્મને મૂળમાંથી મિટાવવો આજ સુધી શક્ય બન્યું નથી. જમ્મુ-કાશ્મીર પણ આનું મુખ્ય ઉદાહરણ છે. આઝાદી બાદથી જ જમ્મુ-કાશ્મીરમાં સતત હિંદુ આવા પ્રકારના હુમલાઓ સામે ઝઝૂમતા રહ્યા છે, ત્યાં સુધી કે આ રાજ્યના અન્ય ધર્મના લોકોએ પણ આમા કોઈ કસર છોડી નથી. પહેલા પોતાના ફાયદા માટે શેખ અબ્દુલ્લાએ કાશ્મીરમાં ઈસ્લામી કટ્ટરવાદને પ્રોત્સાહીત કર્યો અને મંદિરોના વિધ્વંસ કરાવ્યા.
આ વાતની જાણકારી એનએસજીના ભૂતપૂર્વ ડીજી વેદ મારવાહે પોતાના પુસ્તક ઈન્ડિયા ઈન ટર્મોઈલમાં પણ વર્ણવી છે કે શેખ અબ્દુલ્લા મુખ્યપ્રધાન હતા ત્યારે ઈસ્લામને શહ આપવા માટે લગભગ હજારો મંદિરોને તોડાવવામાં આવ્યા હતા. આ કટ્ટરવાદનું પરિણામ હતું કે 1989માં કાશ્મીરી પંડિતો પર અસહનીય હુમલા થયા અને કાશ્મીર ખીણમાં હિંદુઓના નામોનિશાનને મિટાવવાની કોશિશો કરવામાં આવી હતી.
હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, ગત બે દશકાઓ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં લગભગ 208 હિંદુ મંદિરોને તોડવામાં આવ્યા છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર ખીણમાં મંદિરોની ભૂમિમાં કોઈ ગેરકાયદેસર અતિક્રમણ કરવામાં આયું નથી. કાશ્મીર ખીણમાં 436 મંદિરોને આધિન લગભગ 63 હેક્ટર જમીન હતી. કાશ્મીરી પંડિતોને કાશ્મીર ખીણમાંથી વિસ્થાપિત કરાયા બાદ ખાલી મકાનો સંદર્ભે સરકારે કહ્યું હતું કે શ્રીનગર જિલ્લામાં 1234 મકાનોમાંથી 75 ટકા ખાખ થઈ ચુક્યા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના 75 મકાનોમાંથી લગભગ 85 ટકા મકાનો ક્ષતિગ્રસ્ત થઈ ચુક્યા છે.
જો કે આ આંકડો માત્ર સરકારી છે અને જમીની સ્તર પર કંઈક વધુ ભયાનક પરિસ્થિતિ હોવાની શક્યતા નકારી શકાય નહીં. કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના સંજય ટિકૂએ આ આંકડાઓ પર પ્રશ્ન ઉભો કરતા દાવો કર્યો છે કે લગભગ 550 મંદિરો ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યા હતા અને 50000 કનાલમાં ફેલાયેલા મકાનોનું અતિક્રમણ કરવામાં આવ્યું હતું. આ બધું ઉગ્રવાદીઓના બર્બરતાપૂર્ણ હુમલાને કારણે જ થયું હતું. આ આંકડા કોઈને પણ પરેશાન કરે તેમ છે. તે સમયે માત્ર કાશ્મીરી પંડિતોને જ બહાર હાંકી કાઢવામાં આવ્યા ન હતા, પરંતુ આતંકવાદીઓએ હિંદુ ધર્મના તમામ પ્રતીકો જેવા મંદિર અને પૂજનીય સ્થાનોને માટીમાં મિલાવી દીધા હતા. આ હુમલાનો ઉદેશ્ય હિંદુ ધર્મના વારસાને ધડમૂળથી મિટાવવવા માટેનો જ હતો, આવી પ્રવૃત્તિ આપણા દેશની ધર્મનિરપેક્ષ પ્રકૃતિની વિરુદ્ધ હતી.
હવે જ્યારે અનુચ્છેદ-370ને નાબૂદ કરવામાં આવી છે અને જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના પુનર્વાસ માટે કવાયતો તેજ થઈ ચુકી છે, તેનાથી ફરી એકવાર કાશ્મીર ખીણમાં લગભગ સમાપ્ત થઈ ચુકેલી હિંદુ સભ્યતા અસ્તિત્વમાં આવશે અને ઈસ્લામિક આતંકવાદનો અંત થશે.
ગૃહ પ્રધાન અમિત શાહે એ સુનિશ્ચિત કરવા માટે પહેલા જ પગલા ઉઠાવી રહ્યા છે. ઝી ન્યૂઝના એક રિપોર્ટ પ્રમાણે, અમિત શાહ ગૃહ મંત્રાલયમાં વરિષ્ઠ અધિકારીઓની સાથે રાજ્યમાં કાશ્મીરી પંડિતોના પુનર્વાસ માટે એક પ્રભાવી નીતિ તૈયાર કરી રહ્યા છે. વિશ્વસનીય સ્ત્રોતોના માધ્યમથી સામે આવ્યું છે કે અમિત શાહ એક માસ પહેલા આના સંદર્ભે ગૃહ મંત્રાલયના કાશ્મીર ડિવિઝનના પ્રમુખ અધિકારી સાથે ઘણી બેઠકો કરી ચુક્યા હતા.
સૂત્રો મુજબ, કેન્દ્ર સરકાર કાશ્મીર ખીણમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે સુરક્ષિત આવાસીય ક્ષેત્ર બનાવવાની યોજના બનાવી રહી છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે 19 જુલાઈએ સંકેત આપ્યા હતા કે કેન્દ્રની મોદી સરકાર કાશ્મીરી પંડિતોના પુનર્વાસની નક્કર યોજના તૈયાર કરી રહી છે. તેમણે એ પણ આશા વ્યક્ત કરી હતી કે જો ચીજો યોજના પ્રમાણે ચાલે છે, તો નીતિને ઝડપથી ઘોષિત કરવામાં આવશે.
આ પ્રકારે, હવે કાશ્મીરી પંડિત પોતાના ઘરે પાછા ફરશે તેના પછી ફરીથી કાશ્મીર ખીણમાં સનાતન ધર્મ પુનર્જીવિત થશે અને તૂટેલા મંદિરોના સ્થાને નવા મંદિર બનાવશે તથા ખંડિત મૂર્તિઓના સ્થાને પ્રાણ-પ્રતિષ્ઠિત મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.