Site icon Revoi.in

તાપીમાં રાજકીય નેતાના ઘરે સગાઈમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે તાપીમાં ભાજપના આગેવાનના ઘરે સગાઈના પ્રસંગમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા. જેનો વીડિયો વાયરલ થતા તંત્રની કામગીરી સામે લોકોમાં નારાજગી ફેલાઈ હતી. દરમિયાન આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે સમગ્ર મુદ્દે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર તાપીમાં ભાજપના નેતા કાંતિ ગામિતના ઘરે પૌત્રીની સગાઈ જોવાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મહેમાન આવ્યાં હતા. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, તાપી ખાતે યોજાયેલા સમારોહમાં આટલી ભીડ આવી ક્યાંથી. સમારોહનો વીડિયો અમે જોયો. રાજકીય આગેવાનના પરિવારમાં શુભપ્રસંગ્રે આવેલા 6 હજાર મહેમાનોની સામે શું પગલા લેવાયા. જેથી સરકારે રજૂઆત કરી હતી કે, આ મામલે પોલીસ કાર્યવાહી કરી છે. તેમજ તપાસના આદેશ આપ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા કાંતિ ગામિતની પૌત્રીના સગાઈ સમારોહનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. જો કે, વીડિયો બહાર આવ્યા બાદ કાંતિ ગાવિતે માફી માંગી હતી.