Site icon hindi.revoi.in

ભારતીય સેનાની ચીનની તમામ હરકત ઉપર નજર, મહત્વની છ ટોચ ઉપર કર્યો કબજો

Social Share

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ ચીનને મોટો ઝટકો આપીને છ મુખ્ય ટોચ ઉપર કબજો કર્યો છે. લદ્દાખના પૂર્વ વિસ્તારમાં આવેલી આ છ ટોચ ઉપર કબજો કર્યાં બાદ હવે ભારતીય સેના ચીનની તમામ હરકત ઉપર નજર રાખી રહી છે. આ ઉપરાંત શિયાળાની કડકડતી ઠંડીમાં ભારતીય જવાનો એલએસી ઉપર તૈનાત રહેશે. જવાનોને ગરમ વસ્ત્રો સહિતની વસ્તુઓ પુરી પાડવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય વુયાસેનાના રાફેલ મારફતે ચીન સેનાની ગતિવિધીઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક રાફેલ પેટ્રોલીંગ કરી રહ્યાં છે. પાંચ રાફેલ ઔપચારિક રીતે તા. 10મી સપ્ટેમ્બરના રોજ અંબાલા એરબેઝ પર તૈનાત કરવામાં આવ્યાં હતા. વાયુસેના ચીનની ભડકાઉ કાર્યવાહીને ધ્યાનમાં રાખીને યુદ્ધ કૌશલને નિખારવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં જ ચીન સૈનિકો દ્વારા હવામાં ગોળીબારની 3 ઘટનાઓ બાદ વાયુસેના વધુ સતર્ક બન્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. તેમજ બંને દેશ દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર સેનાને તૈનાત કરવામાં આવતા વાતાવરણ વધારે તંગ બન્યું છે.

Exit mobile version