Site icon Revoi.in

માસ્ક મુદ્દે હાઈકોર્ટનું આકરુ વલણ, માસ્ક નહીં પહેરનારને રોજના 4થી 6 કલાક સેવા આપવી પડશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ અનેક લોકો માસ્ક વગર ફરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે હાઈકોર્ટે માસ્કના મુદ્દે આકરુ વલણ અપનાવ્યું છે. તેમજ માસ્ક નહીં પહેરનારને ફરજિયાત કોવિડ કેસ સેન્ટરમાં સેવા આપવી જ પડશે. એટલું જ નહીં આ અંગે સરકારને જાહેરનામું બહાર પાડવા પણ નિર્દેશ કર્યો હતો. હવે જે લોકો માસ્ક વિના નીકળશે તેને કોમ્યુનિટી સેવાની જવાબદારી સોંપવામાં આવશે. આવા લોકોએ પાંચથી છ કલાક કોવિડ સેન્ટરમાં કોમ્યુનિટી સેવા કરવી પડશે.

હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે કડક પગલા ભરવા માટેના આદેશ આપ્યા છે. હાઈકોર્ટના જણાવ્યા પ્રમાણે પકડાયેલા લોકોને કોવિડ કેરમાં ફરજિયાત પાંચથી છ કલાકની કોમ્યુનિટી સેવા આપવી પડશે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, માસ્ક નહીં પહેરીને બહાર ફરતા લોકોને 5થી 15 દિવસનો સેવા આપવી પડશે. એટલું જ નહીં ઉંમન અને લાયકાત અનુસાર તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે.

હાઈકોર્ટે માસ્ક ન પહેર્યું હોય તો કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસનું જાહેર નામું બહાર પાડવા માટે સરકારને આદેશ આપ્યા છે. હાઈકોર્ટના આ આદેશ બાદ સરકારની કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધતા હાઈકોર્ટમાં સુઓમોટો પીટિશન થઈ હતી. જેમાં તાજેતરમાં જ હાઈકોર્ટે માસ્ક નહીં પહેરનારાઓ સામે લાલઆંખ કરી હતી.