Site icon Revoi.in

માસ્ક નહીં પહેનારાઓને કોવિડ સેન્ટરમાં મોકલી આપવા અંગે સરકારે અસમર્થતા દર્શાવી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ એક સુઓમોટો પીટિશનમાં હાઈકોર્ટે માસ્ક નહીં પહેનારને કોવિડ કોમ્યુનિટી સેન્ટરમાં સેવા આપવાનો નિર્દેશ કર્યો હતો. આ મુદ્દે યોજાયેલી સુનાવણીમાં સરકારે માસ્ક નહીં પહેનારને કોવિડ કોમ્યુનિટી સેન્ટરમાં સેવા અર્થે મોકલી આપવા અંગે અસમર્થતા દાખવી હતી. જેથી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને યોગ્ય પગલા નહીં લેવાય તો સ્થિતિ બગડી શકે છે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી.

કેસની હકીકત અનુસાર ગુજરાત હાઈકોર્ટે કોરોના મહામારીમાં માસ્ક નહીં પહેનારને કોવિડ કોમ્યુનિટી સેન્ટરમાં આઠ દિવસ સેવા માટે મોકલી આપવા માટે સરકારને નિર્દેશ કર્યો હતો. આ મુદ્દે આજે યોજાયેલી સુનાવણીમાં સરકારે માસ્ક નહીં પહેનારાઓને કોવિડ સોમ્યુનિટી સેન્ટરમાં સેવા માટે મોકલવા મુદ્દે અસર્થમતા દાખવી હતી. આ મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આનો અમલ કરવાની જવાબદારી સરકારની છે. દરમિયાન સરકારે રજૂઆત કરી હતી કે, આ અંગે યોગ્ય નીતિ નીયમની જરૂર છે. જેથી એક અઠવાડિયાનો સમય આપવો જોઈએ. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. તેમજ 3 દિવસમાં ઓક્સિજન અને દવાની માગ પણ ઘટી છે. ગુજરાત હાઈકોર્ટે સરકારની રજૂઆતને ગ્રાહ્ય રાખીને એક અઠવાડિયામાં જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. જેથી હરકતમાં આવેલા તંત્ર દ્વારા અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રિ કર્ફ્યુ નાખ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ફેલતું અટકે તે માટે કોરોના ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે.