Site icon Revoi.in

ઐતિહાસિક યુદ્ધજહાજ INS વિરાટ ભાવનગરના દરિયામાં પહોંચ્યું, 28મી સપ્ટેમ્બરે અપાશે અંતિમ સલામી

Social Share

અમદાવાદઃ ભારતનું ઐતિહાસિક યુદ્ધજહાજ INS વિરાટ અંતિમ સફરે ભાવનગર એન્કરેજ આવી પહોંચ્યું છે. આ જહાજને 28મીએ ભરતીમાં અલંગના પ્લોટમાં બીચ કરાશે અને પછી ભાંગવામાં આવશે. હાલ આ જહાજ ભાવનગરના દરિયામાં પહોંચી ગયું છે. INS વિરાટ 30 વર્ષ સુધી ભારતીય નૌકાદળમાં સેવા આપી છે. ભાવનગરના ઈતિહાસના પ્રથમવાર કોઈ વોરશિપ ભંગાણ માટે અલંગમાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ INS વિરાટ ભાવનગરના દરિયા કિનારાથી 12 નોટિકલ માઈલ દૂર ઉભુ રખવામાં આવ્યું છે. તેમજ તેના લંગર દરિયામાં ઉતારી દેવાયા છે. તા. 28 સપ્ટેમ્બરે તેને અંતિમ સલામી આપવામાં આવશે. તેના બાદ જહાજની બાકીની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. 28મી સપ્ટેમ્બરે જહાજને સેલ્યુટ સેરેમની પૂરતુ જ ખેંચવામાં આવશે. INS વિરાટને ભરતીને ધ્યાનમાં રાખીને ખેંચવામાં આવશે. ભાવનગરના ઈતિહાસમાં ભારતનું વોરશિપ પહેલીવાર ભંગાણ માટે અલંગમાં આવ્યું છે. આ પહેલા આઈએનએસ વિક્રાંતને બોમ્બે ડોકડાયર્ડમાં જ ભંગાયુ હતું. ત્યારે વિરાટ પહેલુ એવું યુદ્ધ જહાજ છે, જે અલંગમાં ભંગાશે.