Site icon hindi.revoi.in

કોરોનાવાયરસની રસી શોધવા બ્રિટનનો અનોખો પ્રયાસ, માનવ શરીરમાં નાખશે કોરોનાવાયરસ

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારી સામે લડી રહ્યાં છે. ત્યારે બ્રિટન દુનિયાનો પ્રથમ દેશ હશે કે જ્યાં કોવિડ ચેલેન્જ ટ્રાયલ માટે જાણી જોઈને માણસોના શરીરમાં કોરોના વાયરસ નાખવામાં આવશે. વોલન્ટિયર્સ પર ઉપર કરવામાં આવનારા આ ટ્રયલનો ઉપદેશ સંભવિત કોરોના વાયરસની વેકસીનના પ્રભાવની તપાસ કરવાનો છે. લંડનમાં થનારા આ પ્રયોગ અંગે બ્રિટન સરકારનું કહેવું છે કે, હ્યુમન ચેલેન્જ સ્ટડી મારફતે વેકસિન બનાવવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.

બ્રિટન સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે હ્યુમન ચેલેન્જ સ્ટડી મારફતે સંભવિત કોરોના વાયરસની રસીને લઈને સહયોગ કરી શકીએ. આ ચેલેન્જ કોરોના વાયરસને રોકડા અને સારવાર માટેના પ્રયાસોનો ભાગ છે. જેથી આ મહામારી જલ્દીમાં જલ્દી દૂર થઈ જાય. બ્રિટન સરકારના આ ચેલેન્જ ટ્રાયલમાં ભાગ લેવા માટે અનેક યુવાનો તૈયાર છે. ચેલેન્જમાં ભાગ લેનાર લોકો ઉપર 24 કલાક નજર રાખવામાં આવશે. લગભગ જાન્યુઆરી મહિનામાં આ પ્રયોગ શરૂ કરવામાં આવે તેવી શકયતા છે. આ ટ્રાયલમાં તાત્કાલિક ખબર પડી શકે કે, કોરોના રસી કામ કરે છે કે નહીં. જેના પરિણામે કોરોનામાં અસરકાર વેકસીનની તાત્કાલિક પસંદગી કરી શકાશે.

કોરોના વાયરસને દૂર કરવા માટે દુનિયાના વિવિધ દેશો રસી શોધવાની કામગીરી કરી રહ્યાં છે. વિશ્વભરમાં લગભગ જગ્યાએ કોરોના વાયરસની રસીની ક્લિનિક્લ ટ્રાયલ ચાલી રહી છે. જેમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી, અમેરિકા અને ચીનમાં રસની કામગીરી અંતિમ તબક્કામાં છે. દરમિયાન રૂસ દ્વારા દુનિયાની પહેલી કોરોનાની રસી શોધી હોવાનો દાવો કર્યો હતો.

Exit mobile version