Site icon hindi.revoi.in

સ્વરા ભાસ્કરે કહ્યું- ‘પહેલેથી જાણતી હતી કે જેમના માટે પ્રચાર કરું છું તેઓ હારશે, પરંતુ…’

Social Share

લોકસભા ચૂંટણી 2019ના પરિણામોમાં એકવાર ફરી બીજેપીને જીત મળી છે. આ ચૂંટણીમાં ઘણા ફિલ્મસ્ટાર્સ મેદાનમાં ઉતર્યા હતા. બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે બીજેપીની વિરોધી પાર્ટીઓના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. સ્વરા ભાસ્કરે જેટલા પણ ઉમેદવારો માટે પ્રચાર કર્યો, તે બધાને કારમી હાર મળી છે.

ટ્વિટર પર લખી આ વાત

તમામ ઉમેદવારોને હાર મળ્યા પછી સ્વરા ભાસ્કરે ટ્વિટ કર્યું છે, જેમાં લખ્યું છે, ‘મેં તે તમામ ઉમેદવારો માટે પ્રચાર કર્યો, ભલે મને પહેલેથી જાણ હતી કે તેઓ હારી જશે. તેઓ લોકતંત્રની સાચી ભાવના, બંધારણના મૂલ્યો અને નફરત વિરુદ્ધ લડાઇનું પ્રતિનિધિત્વ કરે છે. અને રાઇટનેસ અને આ મૂલ્યોનું મહત્વ ક્યારેય નહીં મરે, ભલે કંઇપણ થાય.’

આ ઉમેદવારો માટે સ્વરાએ કર્યો હતો પ્રચાર

કન્હૈયા કુમાર: 4 લાખ વોટ્સથી હાર્યા

અતિશી મર્લેના: 3 લાખ વોટ્સથી હાર્યા

દિગ્વિજય સિંહ: 2 લાખ વોટ્સથી હાર્યા

અમરા રામ: 7 લાખ વોટ્સથી હાર્યા (રાજસ્થાનની સીકર લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા)

રાઘવ ચડ્ઢા: 3 લાખ વોટ્સથી હાર્યા

દિલીપ પાંડેય: 5 લાખ વોટ્સથી હાર્યા

બીજેપીની જીત પછી ઉડી હતી સ્વરાની મજાક

ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામોની જાહેરાત પછી સોશિયલ મીડિયા પર સ્વરા ભાસ્કરને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. બીજેપીની પ્રચંડ જીત પછીથી સ્વરાના ટ્વિટર અકાઉન્ટ પર યુઝર્સના સવાલોનો વરસાદ વરસ્યો હતો. એક ટ્વિટર યુઝરે પોસ્ટ કરીને કહ્યું કે સ્વરા ભાસ્કરે જે ચાર ઉમેદવારો માટે કેમ્પેઇન કર્યું હતું તે ચારેય હારી ગયા. દેશથી મોટું કંઇપણ નથી.

Exit mobile version