રામમંદિર પર શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે અયોધ્યામાં કોઈ બાબરી મસ્જિદ હતી નહીં. બાબર ક્યારેય અયોધ્યા આવ્યો નથી. હુમાયૂં પણ આની ચર્ચા કરતો નથી. આઈને-અકબરીમાં પણ આની કોઈ ચર્ચા નથી. ત્યાં સુધી કે તુલસીદાસજી પણ નથી કહેતા કે ત્યાં કોઈ મસ્જિદ હતી. આવી સ્થિતિમાં એ ભ્રાંતિ પેદા કરી દેવામાં આવી.. અમે લોકો નથી માનતા કે ત્યાં કોઈ મસ્જિદ હતી.
તેમણે કહ્યુ કે આના સિવાય એક વાત વધુ છે, ત્યાં ઢાંચો તૂટતા પહેલા 14 કસોટી સ્થંભો હતા. એક મંગળ કળશ બનેલો હતો. હનુમાનજીનું એક ચિત્ર હતું. ત્યાં વજૂ કરવાનો કોઈ કુવો ન હતો. તેની સાથે જ અજાન કરવાનો કોઈ મિનારો પણ ન હતો. મસ્જિદનું કોઈ ચિન્હ હતું નહીં ત્યાં. વિશ્વ હિંદુ પરિષદના લોકોએ જ ઢાંચો તોડીને એ ભ્રાંતિ ફેલાવી કે ત્યાં મસ્જિદ રહી હશે, નહીં તો હિંદુ તેને શા માટે તોડત?
સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ વીએચપી પર મોટો આરોપ લગાવતા કહ્યુ છે કે વિશ્વ હિંદુ પરિષદને આટલું જ કર્યું નથી, વીએચપીએ રામ ચબૂતરો પણ તોડયો છે. શિવ પંચાયત તોડી છે. તેમમે ભગવાનની મૂર્તિઓ તોડી છે. સીતા-રસોઈ તોડી છે. તેને એકદમ સપાટ કરી દેવામાં આવ્યા છે.
સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ એમ પણ કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટ અમારી વાત કાપી શકે તેમ નથી. શું બાબર ત્યાં ક્યારેય આવ્યો હતો? બાબરી મસ્જિદનું કોઈ અસ્તિત્વ નથી. વીએચપીનો ઉદેશ્ય મંદિર બનાવવાનો નથી. ભારતમાં મુસ્લિમો સાથે કોઈ વેર નથી. બકરી ઈદ પર કુરબાની બંધ કરે મુસ્લિમ. પછી મુસ્લિમ ભાઈઓથી કોઈ વેર નથી.
શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ આરએસએસ પર આરોપ લગાવ્યો છે કે આ સંસ્થામાં રામને ભગવાન માનવામાં આવતા નથી. આ મંદિર બનાવવાના નથી, સ્મારક બનાવાવાળાલોકો છે. તેમનો સિદ્ધાંત સનાતન ધર્મથી વિપરીત છે.
સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યુ છે કે ભારતનું બંધારણ ધર્મનિરપેક્ષ છે. કોઈ વડાપ્રધાન મંદિરનું નિર્માણ કરી શકે નહીં. પૂર્ણ બહુમતી બાદ પણ રામમંદિર બની શકશે નહીં. પીએમ નરેન્દ્ર મોદી ખુદ બંધારણને ધર્મ માને છે, તેઓ કેવી રીતે આનું (બંધારણનું) ઉલ્લંઘન કરી શકે છે.