નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સના સમન્વયક (કૉ-ઓર્ડિનેટર) પ્રતીક હજેલાને એવી તમામ વ્યક્તિઓ પર નિષ્પક્ષ સુનાવણી કરવા માટે જણાવ્યું છે કે જે ખુદને એનઆરસી પ્રક્રિયામાં દાખલો લેવાની ઈચ્છા ધરાવે છે. સુપ્રીમ કોર્ટે તેની સાથે જ તમામ પ્રક્રિયામાં કોઈપણ કાપ વગર તેને 31 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવા માટે નિર્દેશ આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા પણ આઠમી મેના રોજ એનઆરસી પ્રક્રિયાને પૂર્ણ કરવાની સમયમર્યાદાને વધારવા માટે સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઘોષિત પ્રક્રિયાને 31 જુલાઈના પહેલા જ પૂર્ણ કરી લેવી જોઈએ. તેની સાથે જ અદાલતે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે સમગ્ર પક્રિયામાં એક દિવસનો પણ વિલંબ કરી શકાય નહીં. તો સુપ્રીમ કોર્ટે વાંધો વ્યક્ત કરનારાઓના હાજર નહીં થવાની સ્થિતિમાં કોઓર્ડિનેટરને કાયદા પ્રમાણે પ્રક્રિયાને આગળ વધારવાની મંજૂરી આપવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે આના પહેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ લોકસભા ચૂંટણી દરમિયાન એનઆરસીના કામને ટાળવાનો અનુરોધ કરતા દાખલ કરવામાં આવેલી અરજીને લઈને કેન્દ્ર સરકાર અને ગૃહ મંત્રાલયની ટીકા કરી હતી.
મહત્વપૂર્ણ છે કે 30 જુલાઈ-2018ના રોજ આસામમાં એનઆરસીના આખરી ડ્રાફ્ટને જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં સામેલ થવા માટે આસામમાં ત્રણ કરોડ 29 લાખ લોકોએ અરજી કરી હતી. જેમાંથી 40 લાખ સાત હજાર લોકોને ડ્રાફ્ટમાં સ્થાન મળી શક્યું ન હતું. બાદમાં એનઆરસીને લઈને આખા દેશમાં હંગામો મચી ગયો હતો. મહત્વપૂર્ણ છે કે એનઆરસીમાં સામેલ લોકોને ભારતીય નાગરીક માનવામાં આવે છે અને જે તેમા સામેલ નથી, તેમને ગેરકાયદેસર નાગરિક માનવામાં આવે છે.