Site icon hindi.revoi.in

મન વિચલીત કર્યા વિના સતત પ્રેકટીસથી સફળતાના શિખર સર કરી શકાયઃ જીત જાની

Social Share

કુંગફુ-કરાટેનું નામ પડતા જ સૌ પ્રથમ હોલીવુડના સુપર સ્ટાર બ્રુસલી અને જેકી ચેનનું નામ સૌ પ્રથમ મોઢા ઉપર આવે છે. આજે દુનિયામાં કુંગફુ-કરાટેમાં જાપાન અને ચીન સહિતના દેશ સૌથી આગળ હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, ભારતીય તરૂણો અને યુવાનો પણ કુંગફુ-કરાટે કાઠુ કાઢી રહ્યાં છે. અમદાવાદમાં 14 વર્ષના જીત જાની નામના તરૂણે કુંગફુ-કરાટેમાં મહારત હાંસલ કરી છે. જીતે માત્ર સાત વર્ષના સખત પુરુષાર્થથી બ્લેક બેલ્ટ હાંસલ કર્યો છે. કરાટેને જ પોતાની જીંદગી બનાવી લેનારા જીતે ‘યમાને’નું બિરદુ પ્રાપ્ત કર્યું છે.

 

અમદાવાદ શહેરના ઘાટલોડિયાના ધવલ જાનીનો પુત્ર જીત જાની મેમનગરમાં આવેલી દિવ્યપથ સ્કૂલમાં ધો-10માં અભ્યાસ કરે છે. વર્ષ 2013થી તેણે કરાટેની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. તાજેતરમાં જ જીત જાનીએ બ્લક બેલ્ટ હાંસલ કર્યો છે. કરાટેમાં અવ્વલ એવો જીત અભ્યાસમાં પણ તેજસ્વી છે.

વર્ષ 2013માં ધવલભાઈ જાનીએ પુત્ર જીતને નારણપુરા વિસ્તારમાં આવેલા ઋષિરાજ કુંગફુ કરાટે ફેડરેશનમાં મુક્યો હતો. પ્રારંભમાં કરાટેમાં શોખ નહીં હોવા છતા પિતાની ઉચ્છાને માન આપીને જીત કરાટે શિખવા જતો હતો પરંતુ જેમ-જેમ સમય પસાર થતો ગયો તેમ-તેમ જીતને પણ કુંગફુ-કરાટેમાં રૂચી વધવા લાગી.

જીત આઠ વર્ષથી કુંગફુ-કરાટેની પ્રેકટીસ કરી રહ્યો છે. વિવિધ કોમ્પીટીશનમાં ભાગ લઈને પ્રથમ વ્હાઈટ બેલ્ટ, દ્રીતીય વ્હાઈટ-ટુ, યલો, ઓરેન્જ, ગ્રીન-વન, ગ્રીન-ટુ, બ્રાઉન-વન, બ્રાઉન-ટુ અને ગોલ્ડન બ્રાઉન બેલ્ટ હાંસલ કર્યો હતો. અંતે એપ્રિલ મહિનામાં જ તેણે બ્લેક બેલ્ટ હાંસલ કર્યો છે. આ પહેલા જાન્યુઆરીમાં તેણે 12 કિલો વજનના હથોડાના સતત પ્રહાર કરીને ‘યમાને’નું બિરૂદ મેળવ્યું છે.

જીતનું કહેવું છે કે, માત તૃપ્તીબેન અને પિતા ધવલભાઈએ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળવું તે શીખવાડ્યું છે. જીંદગીમાં માતા-પિતા બાદ ગુરૂ ઋષિરાજ જયસ્વાલ અને ઉજ્જવલ જયસ્વાલે કરાટેની સાથે-સાથે જીંદગીના પણ પાઠ શિખવાડ્યાં છે અને જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોવ ત્યારે સારથી બનીને માર્ગદર્શન પુરુ પાડે છે.

જીતનું કહેવું છે કે, સવારે 5.30 કલાકે મારી સવાર પડે છે. સ્કૂલ, ટ્યુશન અને કરાટેની પ્રેકટીસમાં જ દિવસ પુરો થઈ જાય છે. જ્યારે પણ સમય મળે છે ત્યારે માતા-પિતા સાથે જ સમય પસાર કરું છું. તેમજ ટીવી ઉપર પણ કરાટે-કુંગ્ફુને લગતી ફિલ્મો જોવાનું પસંદ કરું છું. હોલીવુડના સુપર સ્ટાર જેકી ચેન અને બ્રુસલીને જીત રોલ મોટલ માને છે. તેમજ કુંગ્ફુ-કરાટે ક્ષેત્રમાં આગળ વધીને ઓલ્મપિક જેવી રમતોમાં ભાગ લઈને દેશ-દુનિયામાં ભારતનું નામ વધારે રોશન કરવું છે.

જીતે કહ્યું કે, હાલના બાળકો મોબાઈલ ફોન અને વીડિયો ગેમ રમવામાં વ્યસ્ત રહે છે. જેથી આઉટડોર ગેમને તેઓ ભૂલી ગયા છે. તેમણે મોબાઈલ ફોન અને વીડિયો ગેમને ત્યજીને ઘરની બહાર નીકળવું જોઈએ. તેમજ કબડ્ડી, ખોખો અને ક્રિકેટ સહિતની રમતમાં રૂચી વધારવી જોઈએ. જેથી શરીર તંદુરસ્ત રહેવાની સાથે અન્ય પ્રવૃતિઓમાં પણ રૂચી વધશે.

Exit mobile version