- ઈડીએ અહમદ પટેલના પુત્રને સમન મોકલ્યું
- અહમદ પટેલના પુત્રનું નામ ફૈસલ પટેલ
- અહમદ પટેલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા
ઈડીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના પુત્ર ફૈસલ પટેલને સમન્સ મોકલ્યું છે. ઈડીએ ફૈસલ પટેલને આ સમન્સ સ્ટર્લિંગ બાયોટેક મામલાને લઈને મોકલ્યું છે.
મહત્વપૂર્ણ છે કે ગત જૂનમાં ઈડીએ સ્ટર્લિંગ બાયોટેક છેતરપિંડી મામલામાં 9 હજાર કરોડ રૂપિયાથી વધારે મિલ્કત જપ્ત કરી હતી. સ્ટર્લિંગ બાયોટેક ગુજરાતની એક ફાર્માસ્યુટિકલ કંપની છે. કંપની પર બેંક ગોટાળાનો આરોપ છે.
ઈડીએ આના પહેલા મની લોન્ડ્રિંગ રોકથામ કાયદા (પીએમએલએ) હેઠળ કંપનીની મિલ્કત જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. કંપનીની મિલ્કતોની કુલ કિંમત 9778 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. કેટલીક મિલ્કતો વિદેશોમાં પણ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
સ્ટર્લિંગ બાયોટેક પર આરોપ છે કે તેણે આંધ્રા બેંકની આગેવાનીવાળા બેંકોના સમૂહ પાસેથી પાંચ હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી. જે બાદમાં એનપીએમાં ફેરવાઈ ગઈ હતી. લોન ચુકવવાની કિંમત આઠ હજાર એકસો કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.
ઈડીએ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈની ચાર્જશીટના આધારે સ્ટર્લિંગ બાયોટકે વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કર્યો હતો.