Site icon hindi.revoi.in

સ્પાઈસ જેટ કંપનીએ ઓમાન માટે દિલ્હી અને અમદાવાદથી ૪  ફ્લાઇટ સેવાનો આરંભ કર્યો

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

અમદાવાદ: સ્પાઇસ જેટ કંપનીએ મંગળવારનાં રોજ દિલ્હી અને અમદાવાદથી મસ્કટ સુધીની ચાર આંતરરાષ્ટ્રીય સેવાઓ સહિત કુલ 62 નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઓમાન સાથેના કરાર હેઠળ ગુરુવારથી મસ્કટની ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે.

સ્પાઇસ જેટએ જણાવ્યું હતું કે, 58 સ્થાનિક ફ્લાઇટની ઉડાનમાં દિલ્હી-કંડલા-દિલ્હી, અમદાવાદ-ગોવા-અમદાવાદ, ગોવા-હૈદરાબાદ-ગોવા, મુંબઇ-ગુવાહાટી-મુંબઇ, અમદાવાદ-કોલકાતા-અમદાવાદ, દિલ્હી-દુર્ગાપુર-દિલ્હી, હૈદરાબાદ-મુંબઇ-હૈદરાબાદ, કોચી-કોલકાતા-કોચી, પુણે-ચેન્નાઇ-પુણે, મદુરાઈ-દિલ્હી-મદુરાઇ અને મંગલુરુ-દિલ્હી-મંગલુરુની ફ્લાઇટ્સની ઉડાનનો સમાવેશ થાય છે.

કંપનીએ કહ્યું કે આ ફ્લાઇટ્સનું સંચાલન બોઇંગ 737 અને બોમ્બાર્ડિયર Q400 વિમાન દ્વારા કરવામાં આવશે. સ્પાઈસ જેટના ચીફ કમર્શિયલ ઓફિસર શિલ્પા ભાટિયાએ જણાવ્યું હતું કે, “આપણે ધીમે ધીમે સામાન્ય સ્થિતી પાછા ફરી રહ્યા છીએ અને માંગમાં સતત સુધારો થઈ રહ્યો છે, તેથી અમને અમારા ઘરેલું અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર 62 નવી ફ્લાઇટ્સ શરૂ કરવાની ખુશી છે.

સાહિન_

Exit mobile version