- રેલ્વે વિભાગ સતત પ્રiતિની દીશામાં આગળ વધી રહ્યું છે
- નીન્જા ડ્રોન આકાશમાં તૈનાત કરાશે
- રેલ્વે સંપત્તીની નજર આ ખાસ ડ્રોન રાખશે
- રેલ્વે મંત્રીએ ટ્વિટ કરીને આપી જાણકારી
કોરોના સંકટમાં ભારતીય રેલ્વે વિભાગ સતત પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે,રેલ્વે વિભાગે આ સમયગાળા દરમિયાન અનેક રેકોર્ડ બનાવ્યા હતા અને અનેક સરહાનિય કાર્ય કરીને પોતાના વિકાસ કાર્યને સતત વેગ આપી રહ્યું છે, ત્યારે હવે મધ્ય રેલ્વે મુંબઈએ સ્ટેશન પરિસરો, રેલ્વે માર્ગ , રેલ્વે યાર્ડ, કાર્યશાળાઓ જેવા તમામ રેલ્વે ક્ષેત્ર સાથે જોડાયેલા વિભાગોને સુરક્ષાના મોરચે સજ્જ કર્યું છે, આ તમામ સ્થાનોની નજર રાખવા માટે હવે રેલ્વે વિભાગ દ્વારા આકાશમાં માનવરહિત ડ્રોનની ખરીદી કરવામાં આવી છે, આ સમગ્ર બાબતની માહિતી રેલ્વે મંત્રી પીયુષ ગોયલ દ્વારા ટ્વિટરના માધ્યમથી આપવામાં આવી છે
રેલ્વેમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, “આકાશ તરફ જુઓ: રેલ્વે સર્વેલન્સ સિસ્ટમમાં સુધારો કરવામાં આવી રહ્યો છે, તાજેતરમાં નીન્જા માનવરહિત યાન ખરીદવામાં આવ્યા છે. સમયસર ટ્રેકિંગ, વીડિયો સ્ટ્રીમિંગ અને જરુરતના સમયે જરૂરી પગલાં લેવાની સુવિધાઓથી સજ્જ ડ્રોન હવે રેલ્વેની સંપત્તિનું મોનિટરિંગ વધારશે અને મુસાફરોની સલામતી વધારો સુનિશ્ચિત કરશે”
Eye in the Sky: Improving Surveillance System, Railways has recently procured Ninja Unmanned Aerial Vehicles.
With real-time tracking, video streaming & automatic failsafe mode, the drones will enhance monitoring of the railway assets and ensure additional safety for passengers. pic.twitter.com/DOLM5olyxV
— Piyush Goyal (@PiyushGoyal) August 17, 2020
રેલ્વે મંત્રાલયના એક નિવેદન પ્રમાણે, રેલ્વે સુરક્ષા દળ અટલે કે આરપીએફ એ રેલ્વેની સુરક્ષાને વધુ મજબુત બનાવા માટે ડ્રોનનો મોટા પાયે વપરાશ કરવાની યોજના બનાવી છે,આ ઉપરાંત દક્ષિણ પૂર્વ રેલ્વે, મધ્ય રેલ્વે, રાયબરેલીની મોર્ડન કોચિંગ ફેક્ટરી અને દક્ષિણ પશ્વિમ રેલ્વે માટે રુપિયા 31,87 લાખના ખર્ચે આરપીએફ એ અત્યાર સુધી 9 જેટલા ડ્રોનની ખરીદી કરી લીધી છે, આરપીએફની 97.52 રુપિયાના ખર્ચે આવનારા ભવિષ્યમાં 17 આ પ્રકારના બીજા ડ્રોનની ખરીદી કરવાની યોજના છે.
રેલ્વે મંત્રાલયનું આ બાબતે કહેવું છે કે,આ ડ્રોન રેલ્વે સંપત્તિનું નિરીક્ષણ કરવામાં ખુબ જ મદદગાર સાબિત થઈ શકે છે, યાર્ડ્સ, વર્કશોપ અને કારશેડના રક્ષણમાં મદદરુપ બની શકે છે,આ ઉપરાંત તેનો ઉપયોગ કચરો ફેંકનાર, રેલ્વે પરિસરમાં ચક્કર લગાવનારા અનેક ગુનાહિત અને અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા પર નજર રાખવા માટે કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે. આ પહેલા પણ રેલ્વે વિભાગે અનેક રેકોર્ડ લોકડાઉન દરમિયાન બનાવ્યા હતા તે સાથે સાથે ખેડૂતો માટે ખાસ ટ્રેન દાડોવાથી લઈને સમયસર ટ્રેન દોડાવાની બાબતે રેકોર્ડ નોંધાવ્યો હતો.રેલ્વે વિભાગ સતત વિકાસના વેગ તરફ વધી રહ્યો છે.
સાહીન-