- બાંગ્લાદેશ ભારતનું પ્રતિસ્પર્ધી અથવા દોસ્ત ?
- બાંગ્લાદેશની બુલંદ થઈ રહી છે અર્થવ્યવસ્થા
પાકિસ્તાન વિસ્તારની દ્રષ્ટિએ બાંગ્લાદેશથી પાંચ ગણું મોટું છે. પરંતુ વિદેશી ચલણ તેની પાસે બાંગ્લાદેશના મુકાબલે લગભગ પાંચ ગણું ઓછું છે.
પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર આઠ અબજ ડોલર છે. જ્યારે બાંગ્લાદેશનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ 35 અબજ ડોલર છે. બાંગ્લાદેશને દક્ષિણ એશિયાનો નવો ટાઈગર કહેવામાં આવી રહ્યું છે.
બાંગ્લાદેશનો વૃદ્ધિદર આઠ ટકા છે, જ્યારે ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસદર ઘટીને પાંચ ટકાની આસપાસ પહોંચી ગયો છે. પાકિસ્તાનની ઈકોનોમી પણ પાંચ અને છ ટકાની વચ્ચે ઝુલી રહી છે. બાંગ્લાદેશમાં પ્રતિ વ્યક્તિ દેવું 434 ડોલર છે, જ્યારે પાકિસ્તાનમાં પ્રતિ વ્યક્તિ કર્જ 974 ડોલર છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ પર બાંગ્લાદેશના આઈટી પ્રધાનનો દાવો છે કે બાંગ્લાદેશની 120થી વધારે કંપનીઓ એક અબજ ડોલરથી વધારેની ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજીની તકનીક દુનિયાના 35 દેશોમાં નિકાસ કરી રહ્યું છે.
આ દાવા પ્રમાણે, 2021 સુધી આ એક અબજ ડોલરની રકમ પાંચ અબજ ડોલર સુધી પહોંચી જશે.
બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ 2009માં ડિજિટલ બાંગ્લાદેશ પ્રોગ્રામની શરૂઆત કરી હતી. તેના પ્રમાણે માત્ર સરકારી સેવાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવી, બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ 2009માં ડિજિટલ બાંગ્લાદેશ પ્રોગ્રામની શરૂઆત કરી હતી. તેના પ્રમાણે માત્ર સરકારી સેવાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવી. પરંતુ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રીનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે.
બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના આજે એટલે કે ત્રણ ઓક્ટોબરે ભારતની ચાર દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. બાંગ્લાદેશે આર્થિક પ્રગતિના આ હિસ્સાઓમાં પણ મજબૂતીથી દસ્તક દેવાનું શરૂ કર્યું છે, જ્યાં ભારતનો દબદબો રહ્યો છે.
બાંગ્લાદેશ ભારતનું પ્રતિસ્પર્ધી અથવા દોસ્ત ?
બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ઠીક નથી, પરંતુ ભારત સાથે હાલ ઘણાં સારા સંબંધ છે. ભારતની મુલાકાત પહેલા બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને ફોન કર્યો છે. પાકિસ્તાન કાશ્મીર પર તમામ મુસ્લિમ દેશોને પોતાના ટેકામાં એકજૂટ કરવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ બાંગ્લાદેશે કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાનો વિરોધ પણ નથી કર્યો અને ન તો તેનું ખુલીને સમર્થન પણ કર્યું છે.
અટકળો લગાવાય રહી છે કે શેખ હસીના ભારતની મુલાકાત પર કંઈક બોલે તેવી શક્યતા છે.
આઈએમએફના આકલન પ્રમાણે, બાંગ્લાદેશની ઈકોનોમી હાલમાં 180 અબજ ડોલરતી વધીને 2021 સુધીમાં 322 અબજ ડોલર પર પહોંચી જશે. એટલે કે આજની તારીખમાં પણ દરેક બાંગ્લાદેશી પાકિસ્તાનીઓથી અમીર છે.
વધુ એક હેરાન કરનારી વાત છે કે 1951ની વસ્તીગણતરી પ્રમાણે, પૂર્વ પાકિસ્તાન એટલે કે આજના બાંગ્લાદેશની વસ્તી 4.2 કરોડ હતી અને પશ્ચિમ પાકિસ્તાનની વસ્તી 3.37 કરોડ હતી. આજે બાંગ્લાદેશની વસ્તી 16.5 કરોડ અને પાકિસ્તાનની વસ્તી 20 કરોડ છે.
બાંગ્લાદેશે પોતાની વસ્તીને પણ નિયંત્રિત કરી છે, જે પાકિસ્તાન અને ભારત કરી શક્યા નથી. ઓક્સફર્ડ ઈન્ટરનેટ ઈન્સ્ટિટ્યૂટ પ્રમાણે, બાંગ્લાદેશ દુનિયામાં બીજો સૌથી મોટો દેશ છે, જ્યાં ઓનલાઈન વર્કર સૌથી વધારે છે.
એશિયા ડેવલોપમેન્ટ બેંક પ્રમાણે, દક્ષિણ એશિયામાં ભારતની બાદશાહતને બાંગ્લાદેશ પડકારી રહ્યું છે.
બાંગ્લાદેશની બુલંદ અર્થવ્યવસ્થા
બાંગ્લાદેશની અર્થવ્યવસ્થામાં ઈન્ડસ્ટ્રી સેક્ટરની વૃદ્ધિનો દર ઘણો મહત્વનો છે. બીજી તરફ ભારતીય અર્થવ્યવસ્થામાં સર્વિસ સેક્ટરનું યોગદાન સૌથી વધારે છે અને ઈન્ડસ્ટ્રી સેક્ટરનો વૃદ્ધિદર નકારાત્મકતાની નજીક છે. ભારતની મોટી વસ્તી હજીપણ ખેતીવાડી પર આશ્રિત છે. જ્યારે કૃષિનું જીડીપીમાં યોગદાન સતત ઘટી રહ્યું છે.
1974માં ભયાનક દુકાળ બાદ 16.6 કરોડથી વધારેની વસ્તીવાળું બાંગ્લાદેશ ખાદ્યાન્ન ઉત્પાદનના મામલામાં આત્મનિર્ભર બની ચુક્યું છે. 2009થી બાંગ્લાદેશમાં પ્રતિ વ્યક્તિ આવક ત્રણ ગણી થઈ ગઈ છે.
આ વર્ષે પ્રતિ વ્યક્તિ આવક 1750 ડોલર થઈ ગઈ છે. બાંગ્લાદેશમાં મોટી સંખ્યામાં લોકો ગરીબીમાં જીવન પસાર કરી રહ્યા છે, પરંતુ વિશ્વ બેંકના આંકડા પ્રમાણે, પ્રતિ દિવસ 1.25 ડોલરમાં પોતાના જીવનને ચલાવનારા કુલ 19 ટકા લોકો હતા, જે હવે 9 ટકા જ રહી ગયા છે.
બાંગ્લાદેશમાં એક વ્યક્તિની સરેરાશ વય 72 વર્ષની થઈ ગઈ છે, જ્યારે ભારતમાં 68 વર્ષ અને પાકિસ્તાનમાં 66 વર્ષથી વધારે છે. વિશ્વ બેંકના આંકડા પ્રમાણે, 2017માં બાંગ્લાદેશમાં જે લોકોના બેંક ખાતા છે, તેમાથી 34.1 ટકા લોકોએ ડિજિટલ લેણદેણ કરી છે, જે દક્ષિણ એશિયામાં સરેરાશ 27.8 ટકા જ છે.
બાંગ્લાદેશમાં બનનારા કાપડની નિકાસ વાર્ષિક 15થી 17 ટકાના દરથી આગળ વધી રહી છે. 2018માં જૂન સુધીમાં કપડાની નિકાસ 36.7 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે.
હસીનાનું લક્ષ્ય છે કે 2019 સુધી તેને 39 અબજ ડોલર સુધી પહોંચાડવામાં આવે અને 2021માં બાંગ્લાદેશ જ્યારે પોતાની 50મી વર્ષગાંઠ ઉજવી તો આ આંકડો 50 અબજ ડોલર સુધી પહોંચી જાય.
મહેનતું છે બાંગ્લાદેશી
બાંગ્લાદેશની અર્થવ્યવસ્થામાં વિદેશોમાં કામ કરનારા લગભગ 25 લાખ બાંગ્લાદેશીઓની પણ મોટી ભૂમિકા છે. વિદેશોમાંથી જે આ નાણાં કમાઈને મોકલે છે, તેમા વાર્ષિક 18 ટકાનો વધારો થઈ રહ્યો છે અને 2018માં 15 અબજ ડોલર સુધી પહોંચી ગયું.
જો કે હસીના જાણે છે કે દેશમાં ટકાઉ અર્થવ્યવસ્થા માટે ઉદ્યોગ-ધંધોને વધારવાના છે. બાંગ્લાદેશ ઓછા ખર્ચે મેન્યુફેક્ચરિંગ હબથી આગળ નીકળવા ચાહે છે, જે બહારી ધન અને વિદેશી મદદ પર નિર્ભર છે.
2009માં શેખ હસીનાએ ડિજિટલ બાંગ્લાદેશ લોન્ચ કર્યું હતું, જેથી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપી શકાય. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ટેક્નોલોજી સેક્ટર પણ પગ ફેલાવી રહ્યું છે. ઢાકાના સીઈઓ ભારતના આઈટી સેક્ટર પાસેથી શીખીને તેને જ ટક્કર આપવા ચાહે છે.
ભારતમા દવાઓનું નિર્માણ પણ ઘણા મોટા પ્રમાણમાં થાય છે અને તે આ ક્ષેત્રમાં ખૂબ આગળ છે. બાંગ્લાદેશ પોતાના પાડોશી દેશોને આમા પણ ટક્કર આપવાની મનસા ધરાવે છે. બાંગ્લાદેશની સરકાર દેશભરમાં 100 વિશેષ આર્થિક ક્ષેત્રોનું નેટવર્ક તૈયાર કરવા માંગે છે. તેમાથી 11નું નિર્માણ થઈ ચુક્યું છે અને 79 પર કામ ચાલી રહ્યું છે.
બાંગ્લાદેશ નાનકડો દેશ છે, પરંતુ તેની વસ્તી ઘણી વધારે છે. અહીં વસ્તી ખૂબ જ ગીચ છે.
બાંગ્લાદેશમાં આર્થિક મોરચા પર બધું સારી રીતે ચાલવાનો એ મતલબ બિલકુલ નથી કે અહીં પડકારો નથી. બાંગ્લાદેશમાં બે મુખ્ય રાજકીય પક્ષોની વચ્ચે તીવ્ર પ્રતિસ્પર્ધા છે. બાંગ્લાદેશના રાજકારણમાં બે મહિલાઓ શેખ હસીના અને ભૂતપૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝીયાનું પ્રભુત્વ રહ્યું છે.
જ્યારે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન હતું, ત્યારે બંને નેતાઓના પરિવારોની બાંગ્લાદેશની પાકિસ્તાનથી આઝાદીમાં ઘણી મોટી ભૂમિકા રહી હતી. ગત ત્રણ દશકાઓમાં બંને મહિલાઓ સત્તામાં આવાગમન કરતી રહ છે. તેની સાથે જ બંને જેલમાં પણ રહ્યા છે.
રેડિમેડ કપડા ઉદ્યોગ
બાંગ્લાદેશની સફળતામાં રેડિમેડ કાપડ ઉદ્યોગની સૌથી મોટી ભૂમિકા માનવામાં આવી છે. કાપડ ઉદ્યોગ બાંગ્લાદેશના લોકોને સૌથી વધુ રોજગાર ઉપલબ્ધ કરાવે છે. કાપડ ઉદ્યોગથી બાંગ્લાદેશમાં 40.5 લાખ લોકોને રોજગાર મળ્યો છે.
2018માં બાંગ્લાદેશની કુલ નિકાસમાં રેડિમેડ કાપડના યોગદાનમાં 80 ટકા રહી છે. બાંગ્લાદેશમાં કાપડ ઉદ્યોગ માટે 2013માં રાના પ્લાઝા આફત કોઈ મોટા આંચકાથી ઓછી રહી ન હતી.
કાપડની ફેક્ટરીની આ બહુમાળી ઈમારત પડી ગઈ હતી અને તેમા 1130 લોકો માર્યા ગયા હતા. તેના પછી કાપડની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ઘણા પ્રકારે સુધારા માટે મજબૂર બની હતી.
2018માં ચીને બાંગ્લાદેશના ઢાકા સ્ટોક એક્સચેન્જના 25 ટકા હિસ્સો ખરીદી લીધો હતો. તેને ખરીદવાની કોશિશ ભારતે પણ કરી હતી. પરંતુ ચીને તેની વધારે કિંમત ચુકવી અને ભારતના હાથમાંથી આ સોદો નીકળી ગયો હતો. બાંગ્લાદેશ પાકિસ્તાન બાદ ચીન પાસેથી હથિયારોની ખરીદી કરનારો દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે. શેખ હસીના પણ આ વાત માને છે કે ચીન આ વિસ્તારમાં મોટી ભૂમિકા નિભાવી રહ્યું છે.
બાંગ્લાદેશ ઘણાં મોરચા પર માત્ર પાકિસ્તાનથી આગળ જ નીકળી ચુક્યું નથી, પરંતુ ભારતને પણ પાછળ છોડી રહ્યું છે. બાળ મૃત્યુ દર, લૈંગિક સમાનતા અને સરેરાશ વયના મામલામાં બાંગ્લાદેશ ભારતને પાછળ છોડી ચુક્યું છે.
સંયુક્ત રાષ્ટ્રના આંકડા પ્રમાણે, 2013માં બાંગ્લાદેશની પ્રતિ વ્યક્તિ આવક 914 ડોલર હતી, જે 2016માં 39.11 ટકા વધીને 1355 ડોલર થઈ ગઈ. આ સમયગાળામાં ભારતમાં પ્રતિ વ્યક્તિ આવક 13.80 ટકા વધી અને 1706 ડોલર સુધી પહોંચી.
પાકિસ્તાનમાં આ સમયગાળામાં 20.62 ટકાનો વધારો થયો અને 1462 ડોલર સુધી પહોંચી ગઈ. કહેવામાં આવે છે કે જો બાંગ્લાદેશ આ ગતિથી પ્રગતિ કરી રહ્યું છે, તો 2020માં ભારતને પ્રતિ વ્યક્તિ આવકના મામલામાં પણ પાછળ છોડી દેશે.
દુનિયાભરમાં જેનરીક દવાઓના નિર્માણમાં ભારતનું નામ છે, પરંતુ બાંગ્લાદેશ આ ક્ષેત્રમાં પડકાર ફેંકવાની કોશિશ કરી રહ્યું છે. લઘુવિકસિત દેશનો દરજ્જો હોવાના કારણે બાંગ્લાદેશને પેટન્ટના નિયમોમાં છૂટ મળી છે.
જેનરિક દવાઓનું નિર્માણ
આ છૂટના કારણે બાંગ્લાદેશ જેનરિક દવાઓના નિર્માણમાં ભારતને પડકારવાની કોશિશ કરી રહ્યું છે. બાંગ્લાદેશ જેનરિક દવાઓના નિર્માણમાં અન્ય સૌથી મોટો દેશ બની ગયો છે અને 60 દેશોમાં આ દવાઓની નિકાસ કરી રહ્યું છે.
બાંગ્લાદેશ ખરાબ માળખાગત સુવિધાને કારણે ઘણાં મામલામાં પાછળ રહી જાય છે. જો કે ચીન ઘણાં મોરચા પર બાંગ્લાદેશના વન બેલ્ટ-વન રોડ પ્રોજેક્ટ હેઠળ મદદ કરી રહ્યું છે. ચીન બાંગ્લાદેશના ઘણાં મોટા પ્રોજેક્ટોમાં આર્થિક મદદ ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
ચીન પદ્મા નદી પર ચાર અબજ ડોલરની એક બ્રિજ રેલવે લાઈન બનાવી રહ્યું છે, જે દેશના દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ વિસ્તારોને જોડશે. ચીને બાંગ્લાદેશને 38 અબજ ડોલરનું કર્જ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ચીન મોટા કર્જને ઉપલબ્ધ કરાવવાને કારણે ટીકા સહન કરી રહ્યું છે કે નાના દેશોને લોનના દુષ્ચક્રમાં ફસાવી રહ્યું છે. આવું શ્રીલંકા અને પાકિસ્તાન બંને માટે કહેવામાં આવી રહ્યું છે. જો કે બાંગ્લાદેશમાં આ ટીકાને લઈને કોઈ ખાસ હલચલ નથી.