Site icon hindi.revoi.in

ગુજરાતમાં કોરોનાના કેસ શોધવા માટે ટેસ્ટીંગ વધારાયું, અત્યાર સુધી 9.89 લાખ ટેસ્ટ કરાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં દરરોજ સરેરાશ 30 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં પણ ટેસ્ટીંગ વધારવામાં આવે તેવી શકયતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે 9.89 લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. જેથી સરકાર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમજ પોઝિટિવ કેસ શોધવા માટે ગણનીતિ ઘડી કાઢી છે. અમદાવાદ અને સુરત સહિતના શહેરી વિસ્તારોમાં PPE કીટની મદદથી સઘન ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં પ્રવેશ માર્ગો અને એસટી સ્ટેન્ડ પર પણ બહારથી આવતા લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મનપા તંત્ર દ્વારા વિવિધ સોસાયટીઓ અને કોમર્સિયલ કોમ્પલેક્ષમાં પણ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન 30985 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં 9,89,630 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના 1078 પોઝિટિવ કેસ નોંધાયાં છે. આમ રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 71064 ઉપર પહોંચ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કોરોના મહામારીમાં 2654 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં 54138 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ રાજ્યમાં 14271 દર્દી સારવાર લઈ રહ્યાં છે. જે  પૈકી 73 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે.

Exit mobile version